Crore Seizure in Assembly Election States: ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં 1,760 કરોડથી વધુની જપ્તી કરવામાં આવી, જાણો શું-શું પકડાયું

Crore Seizure in Assembly Election States: 2018ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તુલનામાં મતદાન કરતા રાજ્યોમાં જપ્તીમાં સાત ગણો વધારો

નવી દિલ્હી, 21 નવેમ્બરઃ Crore Seizure in Assembly Election States: ભારતના ચૂંટણી પંચના સતત પ્રયાસોને પગલે મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા પાંચ રાજ્યોમાં જપ્તીમાં નોંધપાત્ર અને ઝડપથી વધારો થયો છે. ચૂંટણીની જાહેરાત પછી પાંચ મતદાનમાં જતા રાજ્યોમાં રૂ. 1760 કરોડથી વધુની જપ્તી નોંધાઈ છે, જે 2018માં આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં કરવામાં આવેલી જપ્તીના 7 ગણા (રૂ. 239.15 કરોડ) કરતા વધુ છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને અગાઉની કેટલીક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના જપ્તીના આંકડા ઇસીઆઈની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રલોભનમુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની અવિરત કટિબદ્ધતા દર્શાવે છે, જે સમાન રમતના મેદાન માટે પ્રલોભનો પર નજર રાખવા અને ચૂંટણીમાં થતી ગેરરીતિઓને અંકુશમાં લેવા મજબૂત પગલાંનો અમલ કરીને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રલોભનમુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની ઇસીઆઈની અતૂટ કટિબદ્ધતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં યોજાયેલી પાછલી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 1400 કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરવામાં આવી હતી, જે આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીના 11 ગણા છે.

આ વખતે પંચે ચૂંટણી ખર્ચ નિરીક્ષણ પ્રણાલી (ઇએસએમએસ) મારફતે મોનિટરિંગ પ્રક્રિયામાં ટેકનોલોજીને પણ સામેલ કરી છે, જે ઉત્પ્રેરક સાબિત થઈ રહી છે, કારણ કે તેણે વધુ સારા સંકલન અને ઇન્ટેલિજન્સ શેરિંગ માટે કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓની વિશાળ શ્રેણીને એકસાથે લાવી છે.

મતદાનમાં જતા રાજ્યોમાંથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, ચૂંટણીની જાહેરાત પછી અને 20.11.2023ના રોજ જપ્તી નીચે મુજબ છે.

રાજ્યરોકડ (રૂ. કરોડ)દારૂ (રૂ. કરોડ)ડ્રગ્સ (રૂ.કરોડ)કિંમતી ધાતુઓ (રૂ. કરોડ)ભેટ અને અન્ય ચીજવસ્તુઓ (રૂ. કરોડ)કુલ (રૂ. કરોડ)
છત્તીસગઢ20.772.164.5522.7626.6876.9
મધ્ય પ્રદેશ33.7269.8515.5384.1120.53323.7
મિઝોરમ04.6729.82015.1649.6
રાજસ્થાન93.1751.2991.7173.36341.24650.7
તેલંગાણા225.2386.82103.74191.0252.41659.2
કુલ (રૂ.કરોડ)372.9214.8245.3371.2556.02~ 176

આ 5 રાજ્યોમાં 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જપ્તીના આંકડાની તુલનામાં 636 ટકાનો વધારો આંકડાઓને રાઉન્ડેડ ઓફ કરાયા છે

આ પણ વાંચો… GST Bill Identification: GST બિલ અસલી છે કે નકલી? આ સરળ રીતથી કરો ઓળખાણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો