GST Bill

GST Bill Identification: GST બિલ અસલી છે કે નકલી? આ સરળ રીતથી કરો ઓળખાણ…

GST Bill Identification: નકલી GST બિલને ઓળખવાની એકદમ સરળ રીત તેનો GST નંબર છે, GST બિલ પર 15 અંકનો GST નંબર હોય છે

કામની ખબર, 21 નવેમ્બરઃ GST Bill Identification: દેશની ટેક્સ સિસ્ટમને સરળતાથી ચલાવવા માટે સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ઘણા લોકો ટેક્સ ચોરી કરતા હતા અથવા ટેક્સના નામે લોકો પાસેથી વધુ રકમ વસૂલતા હતા. આવી સ્થિતિમાં આવી છેતરપિંડી પર કડક કાર્યવાહી કરવા માટે GST બિલ સિસ્ટમ લાગૂ કરવામાં આવી.

જો કે, હાલના સમયમાં કેટલાક એવા વેપારીઓ છે જે તેમના ગ્રાહકોને બોગસ GST બિલ આપીને છેતરે છે. આ પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહેવા માટે, અહીં જાણો અસલી અને નકલી GST બિલમાં શું તફાવત છે?

શું છે GST ઇન્વોઇસ?

એ એક પ્રકારનું બિલ છે, જે સપ્લાયર દ્વારા માલ અથવા સેવાઓ પ્રદાન કરવા પર તેના ગ્રાહકોને આપવામાં આવે છે. આ એક દસ્તાવેજ છે જે દર્શાવે છે કે સપ્લાયર ગ્રાહકને કયો સામાન પ્રદાન કરે છે, તેના પર કેટલી રકમ અને કેટલો ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ બિલમાં સપ્લાયરનું નામ, પ્રોડક્ટની માહિતી, ખરીદીની તારીખ, ડિસ્કાઉન્ટ અને અન્ય માહિતી શામેલ છે.

કેવી રીતે ઓળખવું નકલી GST બિલ?

જણાવી દઈએ કે, નકલી GST બિલને ઓળખવાની એકદમ સરળ રીત તેનો GST નંબર છે. GST બિલ પર 15 અંકનો GST નંબર હોય છે. આ નંબરના પહેલા બે અંકોમાં જે તે રાજ્યનો કોડ હોય છે અને બાકીના 10 અંકોમાં સપ્લાયર અથવા દુકાનદારનો PAN નંબર હોય છે.

13મો અંક PAN ધારકનું એકમ હોય છે અને 14મો અંક ‘Z’ છે અને છેલ્લો અંક ‘checksum digit‘ હોય છે. આ GST નંબરના ફોર્મેટ દ્વારા અસલી અને નકલી GST નંબર અને બિલ પણ ઓળખી શકો છો. ઉપરાંત, તમે GST વેબસાઇટ પર પણ GST બિલ ચેક કરી શકો છો. તમે વેબસાઈટ પર GST નંબર દાખલ કરો, આ પછી સપ્લાયરની વિગતો સ્ક્રીન પર દેખાશે.

અહીં કરી શકો છો ફરિયાદ

જો તમને ક્યારેય નકલી GST બિલ મળે, તો તમે GSTના સત્તાવાર પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે cbecmitra.heldesk@icegate.gov.in પર ઈમેલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચો… PM Modi-Yogi Death Threats: પીએમ મોદી અને સીએમ યોગીને મળી જાનથી મારવાની ધમકી, વાંચો સમગ્ર મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો