cyclone tauktae intensifies expected to reach near gujarat coast on 18th morning as severe cyclonic storm mrutyunjay mohapatra dgm imd

Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક

નવી દિલ્હી, 22 મેઃCyclone Yaas: 18થી 19 મેના રોજ તૌકૈત નામનું વાવાઝોડાએ દેશના ઘણા રાજ્યોને નુકશાન પહોંચાડ્યું છે. હવે તેવામાં દેશમાં બીજા વાવાઝોડું આવવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગના 26 મેના યાસ વાવાઝોડા(Cyclone Yaas) ના ઓડિશા-પશ્વિમ બંગાળના તટીય જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારની આશંકાઓને વ્યક્ત કરતાં ઓડિશા સરકારએ 30 માહિતી 14 જિલ્લાઓને સતર્ક કરી દીધા છે.

રાજ્ય સરકરે શુક્રવારે ભારતીય નેવી ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ને સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે. ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓને સાથે બેઠક બાદ કહ્યું કે જો ચક્રવાત ‘યાસ’ નો રાજ્ય પર કોઇ પ્રભાવ પડે છે તો રાજ્ય સરકારે કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. તેમણે કહ્યું કે જોકે અત્યાર સુધી હવામાન વિભાગએ વાવાઝોડા(Cyclone Yaas)ના સંભવિત, માર્ગ, તેની ગતિ, કિનારે ટકરાવવાનું સ્થાન વગેરે વિશે જાણકારી આપી નથી, તેમછતાં પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

Whatsapp Join Banner Guj

હવામાન વિભાગનું કહેવુ છે કે, 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે જે વાવાઝોડામાં બદલાઇ શકે છે અને 26 મેના ઓડિશા-પશ્વિમ બંગાળના તટ સાથે ટકરાઇ શકે છે. વિભાગના લોકોએ સમુદ્રના તટોથી દૂર રહેવાની સલાહ આપતાં માછીમારોને તાત્કાલિક પરત ફરવાની અપીલ કરી છે. વિભાગના સાઇક્લોન એલર્ટ બ્રાંચએ જાણકારી આપી છે કે તેના આગામી 72 કલાકમાં ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડા(Cyclone Yaas)માં બદલાવવાની પુરી સંભાવના ઓડિશા અને પશ્વિમ દિશા તરફ વધવાની સાથે 26 મેની સાંજની આસપાસ પશ્વિમ બંગાળ-ઓડિશાના તટ સુધી પહોંચી શકે છે. ઓડિશા અને પશ્વિમ બંગાળમાં આ વાવાઝોડાની અસર હોવા ઉપરાંત અંડમાન નિકોબાર દ્વીપસમૂહ તથા પૂર્વી તટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે અને પૂરની સ્થિતિ પેદા થઇ શકે છે.  

ADVT Dental Titanium

નોંધનીય છે કે, કેંદ્ર સરકારે ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અંડમાન નિકોરબાર દ્વીપસમૂહ સાથે એ સુનિશ્વિત કરવા માટે કહ્યું કે સ્વાસ્થ્ય કેંદ્રો પર જરૂરી દવાઓ તથા સંસાધનોનો ભંડાર રાખવામાં આવે જેથી યાસ વાવાઝોડા(Cyclone Yaas) દરમિયાન કોઇપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરી શકાય. 

આ પણ વાંચો…..

Grih Mantralaya: કોવિડ-19માં માતા-પિતા ગુમાવી બેઠેલાં અનાથ બનેલા બાળકો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ