નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં આવે છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિને ભગવાન શંકર દરેક લોકોની મનોકામના પૂરી કરે છે અને લોકો પણ ખુબ જ શ્રદ્ધા સાથે મહાદેવના પૂજા-પાઠ કરતા હોય છે.

લગભગ લોકો ભગવાન શિવજીના મંદિરના દર્શન કર્યા જ હોય છે. તો શિવ મંદિરમાં શિવલિંગની બરોબર સામે જ નંદી(nandi) મહારાજ બિરાજમાન હોય છે. મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે તમે જોયુ હશે કે લોકો નંદીના કાનમાં કોઈ ગુપ્ત વાત કહેતા હોય એવી હરકત કરતા હોય છે. તો આજે અમે તમને આ લેખમાં એ વાત વિશે સ્પષ્ટતા કરશું કે, લોકો ભગવાન શિવજી નંદીના કાનમાં શું ગુપ્ત વાત કરે છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો અને તેનું સાચું તથ્ય. 

Whatsapp Join Banner Guj

તમને જણાવી દઈએ કે, લોકો નંદીના કામ જે ગુપ્ત વાત કહે છે એ કોઈ ગુપ્ત વાત નથી. પરંતુ નંદીના કાનમાં લોકો પોતાની મનોકામના જણાવે છે, જે મનોકામના નંદી પાર્વતીજીને જણાવે છે અને માતા પાર્વતી એ મનોકામના ભગવાન શિવજી સુધી પહોંચાડે છે. એવી માન્યતાના આધાર પર લોકો નંદીના કાનમાં કંઈક કહેતા નજર આવે છે. જે માણસની પોતાની શ્રદ્ધા અનુસારની મનોકામના હોય છે. તો ચાલો જાણીએ તેની કથા વિશે.

પૌરાણિક કથા ના મુજબ, શીલાદ મુનીએ બ્રહ્મચર્યનું પાલન કરતા મુની યોગ અને તપમાં જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી પોતાના વંશને પૂરો થતો જોઈને તેમના પિતૃ ચિંતિત થઈ ગયા અને તેમણે શીલાદના વંશને આગળ વધારવા માટે કહ્યું. પરંતુ તપમાં વ્યસ્ત રહેવાના કારણે શીલાદ ગૃહસ્થાશ્રમ અપનાવવા માંગતા ન હતા. તેથી તેમણે સંતાનની કામના માટે ઇન્દ્ર દેવને તપથી પ્રસન્ન કરીને જન્મ અને મૃત્યુના બંધનથી હીન પુત્રનું વરદાન માંગ્યું. પરંતુ ઇન્દ્ર એ આ વરદાન આપવામાં અસમર્થતા પ્રકટ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું. 

nandi

ભગવાન શંકરે શીલાદ મુનીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં શીલાદના પુત્રના રૂપમાં પ્રકટ થવાનું વરદાન આપ્યું. કેટલાક સમય પછી ભૂમિ ખેડતા સમયે શીલાદને એક બાળક મળ્યું, જેનું નામ તેમને નંદી રાખ્યું. તેને મોટા થતા દેખીને ભગવાન શંકરે મિત્ર અને વરુણ નામના બે મુની શીલાદના આશ્રમ માં મોકલ્યા, જેમણે નંદી(nandi)ને જોઈને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. નંદીને જ્યારે ખબર પડી તો તે મહાદેવની આરાધનાથી મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યા ગયા. વનમાં તેને શિવનું ધ્યાન કરવાનું આરંભ કર્યું.

ભગવાન શિવ, નંદી(nandi)ના તપથી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું – વત્સ નંદી ! તું મૃત્યુથી, ભયથી મુક્ત, અજર અને અમર છે. આ રીતે નંદી નંદીશ્વર થઈ ગયા. પછીથી મરૂતોની પુત્રી સુયશાની સાથે નંદીના લગ્ન થયા. ભગવાન શંકરે નંદીને વરદાન આપ્યું કે જ્યાં તેમનો નિવાસ થશે, ત્યાં નંદીનો પણ નિવાસ થશે. ત્યારથી દરેક શિવ મંદિરમાં શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે. અને નંદી ભગવાન શિવજીનો ખાસ અને પ્રિય ગણ છે. માટે મંદિરોમાં લોકો નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવશે.

આ પણ વાંચો….

Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક