Cylinder blast while inflating balloons

Cylinder blast while inflating balloons: નટવર સ્કૂલ મેદાનમાં દુર્ઘટના, ફુગ્ગા ફુલાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ, યુવકનો એક પગ કપાયો

Cylinder blast while inflating balloons: ફુગ્ગા ફુલાવનાર યુવક સુશીલ પટેલ જમીન પર પડી ગયો અને તરફડિયા મારવા લાગ્યો

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બરઃ Cylinder blast while inflating balloons: છત્તીસગઢના રાયગઢમાં શનિવારે બપોરે નટવર શાળા પરિસરમાં હાઈડ્રોજન સિલિન્ડર ફાટતાં ફુગ્ગા ફુલાવનારનો એક પગ શરીરથી અલગ થઈને 10 ફૂટ દૂર જઈને પડ્યો હતો. દુર્ઘટનામાં શાળાના બાળકો માંડ માંડ બચ્યા હતા. અહીં ફુગ્ગા ફુલાવનાર યુવક સુશીલ પટેલ જમીન પર પડી ગયો અને તરફડિયા મારવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અલગ પડેલાં પગને પૉલિથીનમાં રાખીને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અગ્રસેન જયંતિની ઉજવણી શાળાના મેદાનમાં થવાની છે. અહીં તેના ડેકોરેશન માટે ફુગ્ગા મૂકવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ Building collapsed: અમદાવાદની આ પોળમાં 2 માળનું મકાન ધરાશાયી થતાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, વૃદ્ધનું મોત

એડિશનલ એસપી લખન પટેલે જણાવ્યું હતું કે ફુગ્ગા ફુલાવવાનું કામ બેહરાપલી ગામના રહેવાસી સુશીલ પટેલને સોંપવામાં આવ્યું હતું. શનિવાર સવારથી સુશીલ ફુગ્ગા ફુલાવવાના કામમાં વ્યસ્ત હતો. તે નટવર શાળા પરિસરમાં હાઈડ્રોજન ગેસ સિલિન્ડર વડે ફુગ્ગા ફુલાવતો હતો, તે દરમિયાન સિલિન્ડર ફાટ્યો. હાલ તેની હાલત ગંભીર છે. તેના મિત્રને સામાન્ય ઈજા પહોંચી છે. બંનેને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગ્રવાલ સમાજના સભ્ય સુરેશ ગોયલે જણાવ્યું હતું કે યુવકની સારવારનો ખર્ચ સમાજ દ્વારા ઉઠાવવામાં આવશે. શાળાના બાળકો લંચ બ્રેક હોવાથી બહાર ફરી રહ્યા હતા, તેમનો જીવ બચી ગયો. જો બાળકો ફુગ્ગા ફુલાવનારની નજીક હોત તો મોટી દુર્ઘટના સર્જાવવાની સંભાવના હતી. નટવર શાળા પરિસરમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાની તપાસ માટે કલેક્ટર રાનુ સાહુએ 3 સભ્યોની સમિતિ બનાવી છે.

બ્લાસ્ટથી બારીઓનાં કાચ પણ તૂટી ગયાબે લોકો ફુગ્ગા ફુલાવવાનું કામ કરી રહ્યા હતા. મેદાનમાં 4 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તેમાંથી 2 સિલિન્ડરથી ફુગ્ગા ફુલાવવામાં આવી રહ્યા હતા. બપોરે અંદાજે 2 વાગ્યે પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે શાળાની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. સિલિન્ડરના પણ બે ટુકડાં થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Newborn baby girl found in bag: થેલામાંથી માસૂમ નવજાત બાળકી મળી આવી, જન્મદાતાએ જ મરવા ફેંકી દીધી

Gujarati banner 01