40 days old son dies baby

Newborn baby girl found in bag: થેલામાંથી માસૂમ નવજાત બાળકી મળી આવી, જન્મદાતાએ જ મરવા ફેંકી દીધી

Newborn baby girl found in bag: થેલાની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદર બાળકી હતી

ભરુચ, 18 સપ્ટેમ્બરઃ Newborn baby girl found in bag: ભરૂચના નેશનલ હાઈવે પર, જ્યાં એક મહિલા થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ અને એમાંથી દોઢ માસની માસૂમ નવજાત બાળકી મળી આવતાં તે પણ ધ્રૂજી ઊઠી હતી અને તેણે તાબડતોડ પોલીસને જાણ કરી હતી.

ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના સરદાર બ્રિજની નીચે એક નવોનકોર થેલો પડ્યો જોઈને એ કામે લાગે એવો હોવાને કારણે મહિલા શાંતાબેન રાઠોડ એ લેવા ગયાં. ત્યારે થેલો ઉઠાવતાંની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો અને એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકી હોવાનું સામે આવ્યું. થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં હતાં. તેમણે તાબડતોબ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇમર્જન્સી વિભાગને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ Red on TCS Hookah Bar: ગુજરાત કોલેજ પાસેના નામચીન ‘TCS હુક્કાબાર’ પર વિજિલન્સની રેડ

ભરૂચના નેશનલ હાઇવે પરના જૂના સરદાર બ્રિજની નીચેથી થેલામાંથી મળી આવેલી માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને તેને રમાડીને શાંત કરી હતી. બાળકીના મોઢાના ભાગે ખોડખાંપણ હોવાને કારણે તેનાં માતા-પિતાએ થેલામાં મૂકીને તરછોડી હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન ભાવુક થઈ ગયાં હતાં.

માસૂમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને સિવિલ હોસ્પિટલની નર્સોએ પણ રમાડી હતી. બાળકી અંદાજિત દોઢ માસની હોવાનું તેમજ તેના મોઢા પર તાળવાના ભાગે ખોડખાંપણ હોવાને કારણે તેનાં માતા-પિતાએ તેને તરછોડી હોવાનું રતન નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સની નર્સે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Modi Will Release The Leopards In Kuno: PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, PMએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી

Gujarati banner 01