HP Accident

Death by cloud bursting in HP: હિમાચલમાં આફતનો દોર, વાદળ ફાટતા એક જ પરિવારના આટલા લોકોના મોત…

Death by cloud bursting in HP: જાડોન ગામમાં રાત્રે 1.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગૌશાળા ધોવાઈ ગઇ

નવી દિલ્હી, 14 ઓગસ્ટઃ Death by cloud bursting in HP: હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. આ તરફ સોલન જિલ્લાના કંડાઘાટ ઉપ-વિભાગના મામલિગ ઉપ-તહેસીલના જાડોન ગામમાં 1.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગૌશાળા ધોવાઈ ગઇ છે.

ઘટનામાં સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. પરિવારના બે સભ્યો રિતુ રામ અને કમલેશને બચાવી લેવામાં આવ્યા છે. કુલ સાત લોકોના મોત થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આ વાદળ ફાટ્યું છે ત્યાં બંને બાજુથી રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

જોકે રેસ્ક્યુ ટીમ પગપાળા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કાટમાળમાંથી એક નાની બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

સોલનમાં વાદળ ફાટવાથી સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે કે વાદળ ફાટવાના કારણે જાડો ગામમાં સાત લોકોના મોત થયા છે. અમે પ્રશાસનને તમામ શક્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે. આ એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે અને તે ખૂબ જ મુશ્કેલ સમય છે.

આ પણ વાંચો… Vibhajan Vibhishika Smriti Diwas: રાજકોટ ડિવિઝન દ્વારા મનાવવામાં આવશે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો