Nails

Cancer Symptoms in Nails: નખ પર દેખાતા આ નિશાન હોઈ શકે છે કેન્સરના સંકેત, વાંચો…

Cancer Symptoms In Nails: જ્યારે હાથ અને પગની આંગળીઓ નખથી અલગ થવા લાગે તો તે કેન્સરની નિશાની હોઈ શકે છે

લાઇફ સ્ટાઇલ, 14 ઓગસ્ટ: Cancer Symptoms in Nails: જ્યારે પણ આપણે પ્રારંભિક તપાસ માટે ડોક્ટર પાસે જઈએ છીએ, ત્યારે ડોક્ટર સૌથી પહેલા તમારી આંખો, જીભ અને નખ તપાસે છે. તે પછી જ તે કોઈપણ ટેસ્ટ કે દવા શરૂ કરે છે. જેમ તમે જાણો છો, કોઈપણ મનુષ્યના આ ત્રણ અંગો, જીભ, નખ અને આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી સૌથી મોટી અને નાની બીમારીની અસર આ ત્રણ પર સૌથી પહેલા જોવા મળે છે.

જ્યારે પણ શરીરમાં સ્કીન કેન્સર શરૂ થાય છે, ત્યારે તેના પ્રારંભિક સંકેતો નખ પર દેખાવા લાગે છે. સ્કીન કેન્સરનું સૌથી ખતરનાક સ્વરૂપ મેલાનોમા છે. જે અંગૂઠાની નીચે અને આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ કેન્સર વૃદ્ધોમાં ખૂબ જોવા મળે છે. એટલા માટે તેની શરૂઆત થાય ત્યારે જ આવી રીતે તેને શોધી કાઢો…

નખ પર પડતી કાળી લાઈન

હાથ અથવા પગના અંગૂઠાના નખનો રંગ બદલાઈને કાળો પડવા લાગે અથવા નખ પર કાળી લાઈન થવા લાગે તો તમે મેલોનોમા કેન્સરના શિકાર થઈ ગયા છો અથવા થઈ શકો છો.

જ્યારે હાથ અને પગની આંગળીઓ નખથી અલગ થવા લાગે તો તે કેન્સરની નિશાની હોઈ શકે છે. જેમ જેમ નખ ઉપર વધે છે તેમ તેમ સફેદ ધાર લાંબા દેખાવા લાગશે.

નખની વચ્ચે દેખાય છે ગઠ્ઠો

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, માત્ર કેન્સરના કારણે જ નખમાં કોઈ ખામી નથી હોતી. જો તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર વધી ગયું હોય તો પણ નખ પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. બીજી તરફ, સ્કીનના કેન્સરના કિસ્સામાં નખની વચ્ચે ગઠ્ઠો પણ દેખાય છે. આ ગઠ્ઠો ઘણા પ્રકારના હોય છે પહોળા, ઊંડા, પાતળા.

નખ પર પડતા નિશાન કેવા હોય છે?

સૌથી મહત્વની બાબત એ છે કે, નખ પર જે નિશાન પડી રહ્યા છે તે હકીકતમાં કેવા હોય છે. ગઠ્ઠો અન્ય રોગોને કારણે પણ થઈ શકે છે. તમારી જાણકારી માટે અમે આપને જણાવી દઈએ કે, નાની બીમારીના લક્ષણો અને કેન્સર જેવી બીમારી વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. તેથી નખ પર પડતા નિશાનમાં પણ ઘણો તફાવત રહે છે.

એક નાની બીમારીને કારણે તમારા નખ પર એવી ગરબડ થઈ રહી છે કે, જે દવા લીધા પછી થોડા સમય પછી ખતમ થઈ જાય છે, પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારી દરમિયાન આ નિશાન જતા નથી થતા, પરંતુ સમયની સાથે તે વધુ ફેલાવા લાગે છે.

આ પણ વાંચો… Death by cloud bursting in HP: હિમાચલમાં આફતનો દોર, વાદળ ફાટતા એક જ પરિવારના આટલા લોકોના મોત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો