Delhi Police

Delhi Police Raid: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, પત્રકારો-સામાજિક કાર્યકર્તાઓના 30 સ્થળો પર દરોડા પાડ્યા

  • સ્પેશિયલ સેલે ઘણા લેપટોપ અને ફોન જપ્ત કર્યા

Delhi Police Raid: સ્પેેશિયલ સેલે ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક અને તેની સાથે સંકળાયેલા પત્રકારો અને કર્મચારીઓના 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

દિલ્હી, 03 ઓક્ટોબરઃ Delhi Police Raid: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે એક ખાનગી મીડિયા સંસ્થા વિરુદ્ધ મોદી કાર્યવાહી કરી છે. સ્પેેશિયલ સેલે ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક અને તેની સાથે સંકળાયેલા પત્રકારો અને કર્મચારીઓના 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ સેલે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં સ્થિત આ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા.

દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે ઘણા લેપટોપ અને ફોન જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ ભૂતકાળમાં પણ ન્યૂઝક્લિકના ફંડિંગને લઈને દરોડા પાડ્યા છે.

આ પછી ED દ્વારા કેટલાક ઇનપુટ્સ શેર કર્યા પછી, સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, સ્પેશિયલ સેલે ન્યૂઝક્લિક વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ હેઠણ કેસ નોંધ્યો છે.

વેબસાઇટ ઉપર 38 કરોડ રૂપિયા લેવાનો પણ આરોપ…

ડિજિટલ સમાચાર વેબસાઇટ ન્યૂઝક્લિક પર ચીનની તરફેણમાં પ્રાયોજિત સમાચાર ચલાવવાનો આરોપ છે. મીડિયા સંસ્થા પર ચીનના નાગરિક નોવિલ રોય સિંઘમ પાસેથી 38 કરોડ રૂપિયા લેવાનો પણ આરોપ છે.

વર્ષ 2021માં દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ન્યૂઝક્લિક વિરુદ્ધ ગેરકાયદેસર ભંડોળ માટે કેસ દાખલ કર્યો હતો. બાદમાં EDએ આ કેસના આધારે મીડિયા સંસ્થા વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા જે પત્રકારોના સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાંથી અભિસાર શર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરોડાની પુષ્ટિ કરી અને કહ્યું કે દિલ્હી પોલીસે તેમના ઘરેથી તેમનું લેપટોપ અને ફોન છીનવી લીધા છે.

સ્પેશિયલ સેલે પ્રા બીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ભાષા સિંહ અને તિસ્તાના ઘરે દરોડા પાડ્યા અને ન્યૂઝ ક્લિકની ઓફિસ પર દરોડા પાડીને તમામ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસે ન્યૂઝ ક્લિકના સીઈઓ પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ભાષા સિંહ અને તિસ્તા સહિત અનેક પત્રકારોના ઘરો પર દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી કેટલાક પત્રકારોને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો… Renewable Energy Investment: રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાત એક પ્રમુખ સ્થાન તરીકે ઉભર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો