premvatshal ji maharaj

Mother tongue: આપણે માતૃભાષા જ બોલવી જોઈએ: સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Mother tongue: માતૃભાષા નો અર્થ થાય છે કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા.

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: Mother tongue: શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ મણિનગર ના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે ,તારીખ ૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. તે દિવસની આપણે સૌ કોઈએ અવશ્ય ઉજવણી કરવી જોઈએ.

મા , માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી .આપણને આપણી માતા નું ગૌરવ હોય છે ,આપણા ગુરુ નું પણ ગૌરવ હોય છે, તેમ આપણા દરેક ગુજરાતીને આપણે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ.

માતૃભાષા નો અર્થ થાય છે કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા.

માતૃભાષા એટલે માતા સમાન ભાષા .

આપણી માતૃભાષા (Mother tongue) ગુજરાતી છે તો આપણે ઘરમાં બાળકોની સાથે દરેક માતાપિતાએ ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ તો જ બાળકો ગુજરાતીમાં બોલતા શીખશે. આપણા ધર્મગ્રંથો ગુજરાતી ભાષામાં છે તેને વાંચી શકશે અને બાળકો જો આપણા ધર્મ ગ્રંથો વાંચશે તો તેઓ સદાચારમય જીવન જીવશે અને બાળકોમાં સારા સંસ્કાર પ્રાપ્ત થઇ શકશે .

માતાપિતાને પગે લાગવું. નિત્ય મંદિરે જવું એ આપણી ગુજરાતી ભાષાના સંસ્કારો છે. તેથી આપણે સારા સંસ્કાર આપવા માટે બાળકોની સાથે ગુજરાતીમાં જ દરેક માતાપિતાએ વાત કરવી જોઈએ.

જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ,
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.

આવું ગુજરાતી પ્રજાનું અને ગુજરાતી ભાષાનું (Mother tongue) ગૌરવ છે. તેથી આપણે સૌ કોઈને ગુજરાતી ભાષાનું ગૌરવ અવશ્ય હોવું જ જોઈએ.

આ પણ વાંચો…A love story of Raj and Nargis: લેડીન ઈન વ્હાઇટ- નરગિસ

Gujarati banner 01