Earthquake graph

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રમાં ફરી એકવાર અનુભવાયા ભૂકંપના આંચકા…

Earthquake in Maharashtra: રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી

મુંબઈ, 20 નવેમ્બરઃ Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી જેના કારણે તેને બહુ ઓછો અનુભવી શકાયો હતો. આ ભૂકંપ સવારે 5.09 કલાકે આવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

સામાન્ય રીતે લોકો આવા ભૂકંપના આંચકા અનુભવી શકતા નથી. તેમ છતાં વારંવાર ભૂકંપ આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો હવે આને લઈને ચિંતિત છે.

ભૂકંપ આવાના કારણો

પૃથ્વીનો જાડો પડ જેને ટેકટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે તે તેની જગ્યાએથી ખસતી રહેતી હોય છે. આ પ્લેટો સામાન્ય રીતે દર વર્ષે લગભગ 4-5 મીમી તેમના સ્થાનેથી ખસી જાય છે. તેઓ તેમના સ્થાનેથી આડા અને ઊભા બંને રીતે ખસી શકે છે.

આ ક્રમમાં, ક્યારેક એક પ્લેટ બીજી પ્લેટની નજીક જાય છે અને ક્યારેક તે દૂર ખસી જાય છે. આ દરમિયાન ક્યારેક આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. આવા સંજોગોમાં જ ધરતીકંપ આવે છે અને ધરતી ધ્રૂજે છે. આ પ્લેટ્સ સપાટીથી લગભગ 30-50 કિમી નીચે છે.

જો અચાનક ભૂકંપ આવે તો ઘરની બહાર ખુલ્લામાં જાવ. જો તમે ઘરમાં ફસાયેલા હોવ તો પલંગ અથવા મજબૂત ટેબલની નીચે સંતાઈ જાઓ. ઘરના ખૂણામાં ઉભા રહીને પણ તમે તમારી જાતને બચાવી શકો છો.

ભૂકંપ વખતે લિફ્ટનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. ખુલ્લી જગ્યા પર જાઓ. વૃક્ષો અને પાવર લાઈનોથી દૂર રહો. આ ઉપરાંત ભૂકંપ પ્રતિરોધક મકાનો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જો કે તે બહુ મોંઘું નથી, પરંતુ લોકોમાં તેના વિશે જાગૃતિના અભાવને કારણે, લોકો ઘણીવાર તેની અવગણના કરે છે.

આ પણ વાંચો… Important News For UPI Users: યૂપીઆઈ યૂજર્સ માટે મહત્વના સમાચાર, જલ્દી કરી લો આ કામ નહીંતર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો