arvind kejriwal image 600x337 1

Electricity Subsidy in Delhi: ફ્રી વીજળી બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત, વાંચો શું કહ્યું?

Electricity Subsidy in Delhi: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી. આવામાં હવે દિલ્હીમાં પણ એ જ લોકોને વીજળી સબસિડી મળશે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Electricity Subsidy in Delhi: દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી. આવામાં હવે દિલ્હીમાં પણ એ જ લોકોને વીજળી સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં પહેલા વીજળી ખુબ જતી હતી. અમે તેને ઠીક કર્યું. હવે 24 કલાક વીજળી મળે છે. દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. ભ્રષ્ટાચાર રોકીને જે પૈસા બચાવ્યા તેમાંથી લોકોને સુવિધા આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં વીજળીના 58 લાખ ગ્રાહકો છે. જેમાંથી 30 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. 17 લાખ ગ્રાહકો એવા છે જેમના બિલ અડધા આવે છે. જે લોકો સબસિડી માંગશે તેમને જ અમે સબસિડી આપીશું. આ સુવિધા એક ઓક્ટોબરથી લાગૂ રહેશે.

આ પણ વાંચોઃ Post office recurring deposit scheme: પોસ્ટ ઓફિસની આ યોજનામાં માત્ર 100 રુપિયાના રોકાણથી કમાઇ શકાશે લાખો રુપિયા- વાંચો વિગત

વીજળીના બિલ સાથે એક ફોર્મ આવશે. વીજળીના બિલ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવવું પડશે. તેમણે કહ્યું કે અમે એક નંબર (7011311111) બહાર પાડી રહ્યા છીએ. આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાં એક લિંક મળશે. જેનાથી વોટ્સ એપ પર ફોર્મ ઓપન થઈ જશે. જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેમને મેસેજ પણ મોકલવામાં આવશે. 31 ઓક્ટોબર સુધીમાં જેટલા લોકો ફોર્મ ભરશે તેમને યોજનાનો લાભ મળશે. આગામી મહિને ફોર્મ ભરવા પર  ગત મહિનાનું બિલ જમા કરવું પડશે. તેમણે કહ્યું કે આ અંગે તેમની સરકાર  ઘરે ઘરે જઈને જાગૃતતા અભિયાન ચલાવશે. 

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં પહેલી ગેરેન્ટી તરીકે ફ્રી વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું કે ભાજપે કહ્યું હતું કે 15 લાખ આપીશું. પછી કહ્યું કે આ ચૂંટણીનો તુક્કો હતો. તે કહે છેલ પરંતુ અમે ગેરેન્ટી આપીએ છીએ. જો અમે કામ ન કરીએ તો આગામી વખતે વોટ ન આપતા. કેજરીવાલે કહ્યું કે અમે વીજળીને લઇને ત્રણ કામ દિલ્હી અને પંજાબમાં કર્યા છે. તો એ જ ગુજરાતમાં કરીશું. 

આ પણ વાંચોઃ Mythical idols found during excavation of well: મહેસાણામાં કૂવાના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની સફેદ અને કાળા આરસની ખંડિત મૂર્તિઓ નીકળી

Gujarati banner 01