Mythical idols found during excavation of well

Mythical idols found during excavation of well: મહેસાણામાં કૂવાના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની સફેદ અને કાળા આરસની ખંડિત મૂર્તિઓ નીકળી

Mythical idols found during excavation of well: પોલીસને જાણ કર્યા બાદ JCBની મદદથી મૂર્તિઓ બહાર કઢાઈ

મહેસાણા, 14 સપ્ટેમ્બરઃMythical idols found during excavation of well: મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના ગાભુ ગામમાં અવારનવાર ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ અને અન્ય ચીજવસ્તુઓ મળી આવતી હોવાની વિગતો સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે ગાભુ ગામમાં કૂવાના ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી, જેમાં ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસની મૂર્તિઓ મળી આવતાં ગામલોકો જોવા માટે ઊમટી પડ્યા હતા.

ગાભું ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન 10 ફૂટ જેટલો કૂવો ખોદવામાં આવ્યો ત્યારે તેમાંથી આરસની બૌદ્ધની મૂર્તિઓ જોવા મળતાં સરપંચને જાણ કરાઈ હતી. ત્યાર બાદ સરપંચ કૂવાની કામગીરી બંધ કરાવી તંત્રને જાણ કરાઈ હતી.

આ પણ વાંચોઃ 8 Congress MLAs To Join BJP: ગોવા કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભારતમાં જોડાશે, વાંચો વિગત

આ દરમિયાન 10 ફૂટ નીચે આરસની બૌદ્ધની મૂર્તિઓ જોવા મળી હતી અને સરપંચને જાણ કરવામાં આવી હતી. સરપંચે તંત્રને જાણ કરતાં પોલીસઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે જેસીબીની મદદથી મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી.

જીસીબીની મદદથી ખોદકામ દરમિયાન નીકળેલી મૂર્તિઓ બહાર કાઢતાં જોવા મળ્યું હતું કે સફેદ અને કાળા આરસની ખંડિત થયેલી મૂર્તિઓ હોવાનું સામે આવ્યું હતું. આ મૂર્તિઓ બૌદ્ધની હોવાનું જાણવા મળ્યું હતું, જોકે ગાભુ ગામમાં પણ અગાઉ ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ અને અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી.

આ પણ વાંચોઃ Ministry of External Affairs has helped Indian students: વિદેશ મંત્રાલયએ ચીનમાં ભાષા અને ચિકિત્સા શિક્ષાથી પરેશાન ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલી દૂર કરી

Gujarati banner 01