Post office recurring deposit scheme

Post office recurring deposit scheme: પોસ્ટ ઓફિસની આ યોજનામાં માત્ર 100 રુપિયાના રોકાણથી કમાઇ શકાશે લાખો રુપિયા- વાંચો વિગત

Post office recurring deposit scheme: પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હેઠળ તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Post office recurring deposit scheme: પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ તેના ગ્રાહકોને સારું વળતર આપી રહી છે. આ મ્યુચ્યુઅલ ફંડનો યુગ છે અને દરેક વ્યક્તિ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત છે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ સ્કીમ નાની બચત યોજના છે. તમે ઈચ્છો ત્યાં સુધી તેમાં રોકાણ કરી શકો છો. તમે તેમાં 1, 2 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ દ્વારા દર ક્વાર્ટરમાં તમારા ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mythical idols found during excavation of well: મહેસાણામાં કૂવાના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની સફેદ અને કાળા આરસની ખંડિત મૂર્તિઓ નીકળી

જાણો કેટલું વ્યાજ દર મળશે
આ યોજના પર 5.8 ટકાના દરથી વ્યાજ મળશે.  કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને  તેની બચત યોજનાના દર નક્કી કરે છે. તમે આ સ્કીમમાં લાંબા સમય સુધી રોકાણ કરીને લાખો એક્ઠા કરી શકો છો. તમે આ સ્કીમથી લોન પણ લઈ શકો છો. જો તમે આ સ્કીમમાં 12 હપ્તા જમા કરો છો. તો તેના આધારે તમે બેંકો પાસેથી લોન લઈ શકો છો.  તમારા ખાતામાં જમા થયેલી રકમનો 50 ટકા તમને લોન તરીકે મળશે.

કેવી રીતે મળશે 16 લાખ 
રિકરિંગ ડિપોઝીટ સ્કીમમાં જો તમે દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો. તો 10 વર્ષ પછી તમને 16 લાખ રૂપિયાથી વધુ મળશે. તમે 10 વર્ષમાં 12 લાખ રૂપિયાનું રોકાણ કરશો. જ્યારે સ્કીનન કાર્યકાળ પૂરો થશે. ત્યારે તમને વળતર તરીકે 4,26,476 રૂપિયા મળશે. આ રીતે તમને 10 વર્ષ પછી કુલ 16,26,476 રૂપિયા મળશે.

આ પણ વાંચોઃ 8 Congress MLAs To Join BJP: ગોવા કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભારતમાં જોડાશે, વાંચો વિગત

Gujarati banner 01