GSLV F10

EOS-3 satellite ઉપગ્રહનું મિશન ફેલ, જાણો લોન્ચ બાદ શું આવી સમસ્યા

અમદાવાદ , ૧૨ ઓગસ્ટ: EOS-3 satellite: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) એ ગુરૂવારે પૃથ્વી પર નજર રાખનાર ઉપગ્રહ ઈઓએસ-03નું સફળતાપૂર્વક લોન્ચ કર્યું, પરંતુ લોન્ચિંગ બાદ તકનીકી સમસ્યા આવી ગઈ. ઈસરોના ચેરમેન કે સિવને જાણકારી આપતા કહ્યુ કે, ક્રાયોજેનિક સ્ટેજ માં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં.

આ પણ વાંચો…Coronaviurs third wave: અમેરિકા-બ્રિટન બાદ ભારતમાં વધ્યુ જોખમ, ભારતના આ રાજ્યમાં 5 દિવસમાં 242 બાળકો પોઝિટિવ..! વાંચો વિગતે

ઈસરોએ આજે સવારે 5.43 કલાકે EOS-3 satelliteનું સફલતાપૂર્વક લોન્ચિંગ કર્યું અને બધા સ્ટેજ પોતાના નક્કી સમય પર અલગ થતાં ગયા. છેલ્લા સ્ટેજમાં GSLV-F10 ના અલગ થતાં પહેલા ક્રાયોજેનિક એન્જિનમાં કંઈક ખામી આવી, ત્યારબાદ ઇસરોને આંકડા મળવાનું બંધ થઈ ગયું. તપાસ બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં બેઠેલા ઇસરો ચીફ ડો. કે સિવનને તેની જાણકારી આપવામાં આવી. ત્યારબાદ તેમણે જાહેરાત કરતા કહ્યું કે, GSLV-F10 મિશન આંશિક રૂપથી ફેલ થઈ ગયું છે. 

Whatsapp Join Banner Guj