video conference

video conference:ગુજરાત હાઇકોર્ટ ડાયમંડ જુબલી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- રુલ ઓફ લો અમારા સંસ્કારનો અધિકાર છે!

આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના જજ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર હતા, વડા પ્રધાન મોદી, વીડિયો કોન્ફોર્ન્સ(video conference) દ્વારા કાર્યક્રમમાં જોડાયા

video conference

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરીઃ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત હાઇકોર્ટના ડાયમંડ જુબલી કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના જજ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર હતા. જેમાં વડાપ્રધાને કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, PM મોદિએ કહ્યું કે આપણા સંવિધાનમાં ન્યાયની જે ધારણા રહી છે તે ન્યાય દરેક ભારતીયોનો અઘિકાર છે. જેથી સરકાર અને ન્યાયપાલિકા બંન્નેનું દાયિત્વ છે કે આપણે દુનિયાના સર્વોત્તમ ન્યાય વ્યવસ્થા કામ કરે. તેઓએ કહ્યું કે, આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જયાં દરેક વ્યક્તિને ન્યાયની ગેરેંટી હોય અને અંતિમ વ્યક્તિને ન્યાય મળે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ગુજરાત હાઈકોર્ટે જેવી રીતે સત્ય નિષ્ઠાથી કામ કર્યુ છે તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકતંત્ર બંનેને મજબુતી મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાના 61 વર્ષ પુરા થવાના પ્રસંગ પર આયોજિત કાર્યક્રમમાં સંબોધિત કર્યા.

વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી ન્યાયપાલિકાએ કપરા સમયમાં સંવિધાનિક મૂલ્યોની રક્ષા કરી હતી. વધુમાં કહ્યું કે, રુલ ઓફ લો અમારા સંસ્કારનો અધિકાર રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. જ્યારે બોમ્બઈ રાજ્યથી અલગ થઈ ગુજરાતની સ્થાપના થઈ હતી. પ્રથમ આની સ્થાપના નારોલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેને અમદાવાદના ઈનકમ ટેક્સ સર્કિટમાં શિફ્ટ કરવામાં આવી. હવે વર્ષ 1998થી ગુજરાત હાઈકોર્ડ અમદાવાદના સોલા કેમ્પસમાં ચાલી રહી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાચો…

farmer porest: વડાપ્રધાનું કહેવું છે તેમના અને ખેડૂતો વચ્ચે એક ફોનનું અંતર છે, તો અમે PM સાથે વાતચીત કરવા તૈયાર, પોતાનો ફોન નંબર આપે- રાકેશ ટિકૈત