kisan andolan 2

ખેડૂત આંદોલનઃ હિંસા બાદ પોલીસ આવી એક્શનમાં, સીસીટીવીના આધારે 200 તોફાનીઓની થઈ ધરપકડ

kisan andolan 2

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી ખાતે ખેડૂત આંદોલનના નામે હિંસા થઈ હતી. જેમાં પોલીસે 22 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જે મામલે 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેક્ટર પરેડ દરમ્યાન ઉપદ્રવીયોએ લાલ કિલ્લા પર ભારે હોબાળો મચ્યો હતો. પોલીસે આ હિંસા પાછળ કાર્ય કરવાવવાળાઓને શોધી રહી છે. આ જીવલેણ હિંસા મામલે 150 પોલીસ કર્મચારીઓ અને કિસાન ઘાયલ થયા છે. પોલીસ સીસીટીવી ફુટેજ દ્વારા ઉપદ્વવીયોની ઓળખ કરી રહી છે.

Whatsapp Join Banner Guj

જે પણ ઉપદ્રવીયોની તોફાનીઓની ઓળખ થયા બાદ તેને સ્પેશ્યલ સેલ અને ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ સોંપવામાં આવ્યા છે.જેમાં દિલ્હીના લાલકિલ્લા વિસ્તાર, નાંગલોઈ, મુકરબા ચોક, સેન્ટ્રલ દિલ્હી વગેરે સ્થળોના સીસીટીવી ફુટેજ નિકાળીને પોલીસને સોંપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખેડૂત સંગઠનોનું પ્રથમ ફેબ્રુઆરીના રોજ સંસદ સુધી માર્ચ નિકાળવા મામલે હવે પ્રશ્રનાર્થ સર્જાયો છે. તેવું માનવામાં આવી રહ્યું છે તેને રદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી હતી કે ખેડૂત પ્રદર્શન સ્થળથી સંસદ ભવન સુધી માર્ચ નિકાળશે.

Whatsapp Join Banner Guj

ટ્રેક્ટર માર્ચ દરમિયાન દિલ્હીમાં ભડકેલી હિંસાના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખેડૂત આંદોલનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે ખેડૂત સંગઠનો દ્વારા 1 ફેબ્રુઆરીએ સંસદ સુધીની માર્ચનુ એલાન પાછુ ખેંચાય તેવી શક્યતા દેખાઈ રહી છે.આ નિર્ણય પર ખેડૂત સંગઠનોની બેઠકમાં ફરી વિચારણા થઈ શકે છે.આ પહેલા ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ હતુ કે, 1 ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ સુધી માર્ચ કરશે અને સંસદનો ઘેરાવો કરશે.ઉલ્લેખનીય  છે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતુ હોય છે.

આ પણ વાંચો…

મહત્વની માહિતીઃ શું તમારી ગાડી આઠ વર્ષ જૂની છે? તો તમારે ભરવો પડશે એક નવો ટેક્સ- વાંચો સંપૂર્ણ વિગત