2020 10image 09 25 584663568kangana ll

કંગનાને ટ્વિટ કરવું પડ્યું બહુ ભારેઃ હાથમાંથી જતી રહી આ મોટી 6 બ્રાન્ડ, પ્રિયંકા ચોપરા અને દલજીત પર કર્યા આકરા પ્રહાર

2020 10image 09 25 584663568kangana ll

બોલિવુડ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ કંગના અવરનવાર દરેક વિષય પર પોતાનો વ્યૂ આપીને ચર્ચામાં સામેલ થયા કરે છે. છેલ્લાં 2 મહિનાથી દિવસોથી દેશનાં ઘણા ખેડૂતો નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે. ગણતંત્ર દિવસનાં અવસર પર સરકારની સામે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ નીકાળી, જે બાદ ઘણી જગ્યાઓએ હિંસા-તોડફોડની ખબરો સામે આવી હતી. આ ઘટના બાદ કંગના રનૌતએ આ હિંસાનાં કેટલાંક ફોટા શેર કરતાં પોતાના માટે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઉપરાંત કંગનાના હાથમાંથી 6 મોટી બ્રાંડ સરકી જતા તેને ટ્વિટ કરીને આકરા પ્રહાર પણ કર્યા છે.

કંગના રનૌત એ એક ખેડૂતની ફોટો શેર કરીને પોતાની વેદના સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું છે કે, ‘તેઓને ખેડૂતો વિરૂદ્ધ બોલવું મોંઘુ પડ્યું છે.’ હકીકતમાં કંગના રનૌતે આ આંદોલનની શરૂઆતથી જ તેની વિરોધમાં લખવાનું શરૂ કર્યું છે. સાથે જ્યારે આ આંદોલન હિંસક બની ગયું તો તેઓએ પોતાની સાથે થયેલા વર્તનને લઇને સચ્ચાઇ દર્શાવી.

કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે, 6 બ્રાંડે ખેડૂતો સામે બોલ્યા બાદ તેમના કરાર રદ કર્યાં છે. કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘6 બ્રાંડે કરાર રદ કર્યા છે અને મને કહ્યું છે કે મેં ખેડૂતોને આતંકવાદી કહ્યાં છે, જેથી તેઓ મને બ્રાંડ એમ્બેસેડર નહીં બનાવી શકે. આજે હું તે દરેક ભારતીયને કહેવા માંગુ છું જે આ રમખાણોને સમર્થન આપી રહ્યાં છે તે પણ એક આતંકવાદી છે, જેમાં વિરોધી રાષ્ટ્રીય બ્રાંડનો પણ સમાવેશ છે.’

Whatsapp Join Banner Guj

ત્યાર બાદ કંગનાએ આંદોલનને સપોર્ટ કરનાર સેલિબ્રિટીઝને પણ ટાર્ગેટ કર્યા છે. આ સિવાય અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘આપે એ સમજાવવું પડશે પ્રિયંકા ચોપડા અને દિલજીત દોસાંજ. આજે પૂરી દુનિયા આપણી પર હસી રહી છે. આ જ ઇચ્છતા હતા ને તમે લોકો. શુભકામના.’

આ પણ વાંચો…

ખેડૂત આંદોલનઃ હિંસા બાદ પોલીસ આવી એક્શનમાં, સીસીટીવીના આધારે 200 તોફાનીઓની થઈ ધરપકડ