Firecracker Factory Blast: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 09 કામદારોના મોત, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

Firecracker Factory Blast: પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ.2 લાખની સહાયતા આપવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Firecracker Factory Blast: તમિલનાડુની એક ફટાકડા ફેક્ટરીમાં આજે મોટો વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં ફેક્ટરીની અંદર કામ કરી રહેલા 09 કામદારોના મોત થયા છે. અન્ય છ મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો… INSAT-3DS Launched: ઈસરોની મોટી ઉપલબ્ધિ, સફળતાપૂર્વક લોન્ચ થયો હવામાન ઉપગ્રહ

પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ.2 લાખની એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000.આપવાની જાહેરાત કરી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો