Fansi

first indian woman to be hanged: દેશમાં પહેલી વખત કોઈ મહિલાને થશે ફાંસીની સજા, જાણો કોણ છે આ મહિલા અને તેને શું કર્યો છે ગુનાહ..!

first indian woman to be hanged

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ દેશના ઇતિહાસમાં પહેલીવાર મહિલાને તેના અપરાધિક ગુનાહ બદલ ફાંસીની સજા(first indian woman to be hanged) આપવામાં આવશે. તેના માટે મથુરાની જેલમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અમરોહાની રહેનારી શબનમને ઉત્તર પ્રદેશ સ્થિત મથુરામાં એકમાત્ર મહિલા ફાંસીઘરના મકાનમાં ફાંસી આપવાની છે. ફાંસીની તારીખ નક્કી નથી પરંતુ માનવામાં આવે છે કે મેરઠનો પવન જલ્લાદ તેને ફાંસી આપશે. પવન પણ બે વાર ફાંસીઘરની મુલાકાત લઈ ચૂક્યો છે. એપ્રિલ 2008 માં, શબનમે તેના પ્રેમી સાથે મળીને તેના કુટુંબના સાત સભ્યોની કુહાડી વડે ઘાતકી હત્યા કરી હતી.

first indian woman to be hanged

આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની ફાંસીની (first indian woman to be hanged) સજાને યથાવત રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજીને ફગાવી દીધી છે. તો આઝાદી બાદ શબનમ ફાંસી પર લટકાવવામાં આવનારી પહેલી મહિલા કેદી હશે. શબનમે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને દસ મહિનાના માસૂમ ભત્રીજા સહિત સાત લોકોની કુહાડી વડે હત્યા કરી હતી.

મથુરા જેલમાં, 150 વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવાયું હતું. પરંતુ આઝાદી પછી કોઈ પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી. વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ જણાવ્યું હતું કે હજી સુધી ફાંસીની તારીખ નક્કી નથી, પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

first indian woman to be hanged: અમરોહાની શબનમના પરિવારમાં શિક્ષક પિતા શૌકત અલી, માતા હાશ્મી, ભાઈ અનીસ, રાશિદ, ભાભી અંજુમ અને દસ મહિનાના ભત્રીજા અર્શનો સમાવેશ થાય છે. શબનમ અને ગામના આઠમું પાસના યુવક સલીમ વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે તેના પિતાને પસંદ નહોતું. બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ શબનમ સૈફી અને સલીમ પઠાણ બિરાદરોમાંથી હતા. ઓછા શિક્ષિત અને પછી બીજા સમુદાયના યુવકને કારણે શબનમના પરિવારે લગ્ન કરવાની ના પાડી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી સ્વદેશી મેસેન્જિંગ એપ, જાણો આ રીતે કરો Sandes Messaging App ડાઉનલોડ