કોરોના વેક્સીનને લઇને દેશમાં ફેલાવવામાં આવી રહેલા અફવાઓ માટે જાહેર કરી હકીકત, સરકારે(government) કહી આ વાત- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 28 મેઃgovernment: દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી રીતે આપવામાં આવતા વિધાનો, અધૂરા સત્યની જાણકારી અને તદ્દન ખોટી અફવાઓ પ્રસારના કારણે લોકોમાં ફેલાઇ રહી છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અને કોવિડ-19 રસીકરણ માટે રાષ્ટ્રીય અધિકાર પ્રાપ્ત સમૂહ (NEGVAC)ના ચેરમેન ડૉ. વિનોદ પૉલે આ તમામ ગેરમાન્યતાઓને ધ્યાનમાં લીધી અને આ દરેક મુદ્દે વાસ્તવિકતા રજૂ કરી છે. અહીં આવી ગેરમાન્યતાઓ અને હકીકતો આપવામાં આવી છે.

અફવા છે કે, કેન્દ્ર સરકાર(government) વિદેશમાં રસી ખરીદવા માટે પૂરતા પ્રયાસો કરી રહી નથી પરંતુ હકીકત એ છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2020ના મધ્યથી જ તમામ આંતરરાષ્ટ્રીય રસી ઉત્પાદકો સાથે સતત જોડાયેલી છે. ફાઈઝર, J&J અને મોડેર્ના સાથે અત્યાર સુધીમાં કેટલીય વખત વાટાઘાટો યોજાઇ ગઇ છે. સરકારે તેમને ભારતમાં રસીનો જથ્થો પુરો પાડવા માટે અને/અથવા ભારતમાં જ તેનું વિનિર્માણ કરવા માટે જરૂરી સહાયતા આપવાની પણ રજૂઆત કરી છે. જોકે, તેમની રસીનો પુરવઠો વિનામૂલ્યે ઉપલબ્ધ નથી. આપણે એક વાત સમજી લેવી જરૂરી છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાંથી રસી ખરીદવી એ તૈયાર જથ્થામાંથી કોઇ ચીજવસ્તુ ખરીદવા જેટલી સરળ બાબત નથી. આખી દુનિયામાં રસીનો પુરવઠો ખૂબ જ મર્યાદિત માત્રામાં છે અને કંપનીઓની તેમની પોતાની પ્રાથમિકતાઓ, વ્યૂહનીતિઓ અને નિશ્ચિત જથ્થો પુરો પાડવાની અનિવાર્યતા હોય છે.

government

જે પ્રકારે આપણા રસીના ઉત્પાદકો કોઇપણ ખચકાટ વગર રસીનો જથ્થો પુરો પાડવા માટે સૌથી પહેલા આપણા દેશને પ્રાધાન્યતા આપે છે તેવી જ રીતે તેઓ પણ પોતાના દેશને પુરવઠામાં પ્રાધાન્યતા આપે છે. ફાઇઝર દ્વારા રસીની ઉપલબ્ધતા વિશે સંકેતો આપવામાં આવ્યા એટલે તરત જ, કેન્દ્ર સરકાર(government) અને કંપનીએ વહેલામાં વહેલી તકે રસીનો જથ્થો આયાત કરવા માટે સાથે મળીને કામગીરી આદરી દીધી છે. ભારત સરકારના પ્રયાસોના ફળરૂપે, સ્પુતનિક રસીના પરીક્ષણને સમયસર મંજૂરી સાથે પ્રવેગ મળ્યો, રશિયાએ રસીના બે જથ્થાનો પુરવઠો પહેલાંથી જ મોકલી દીધો છે અને આપણી કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફર પરિપૂર્ણ કરી દીધી છે જેથી તેઓ વહેલી તકે ભારતમાં જ તેનું ઉત્પાદન શરૂ કરી શકે. અમે તમામ આંતરરાષ્ટ્રીય રસી ઉત્પાદકો સમક્ષ ભારતમાં આવીને ભારત અને આખી દુનિયા માટે રસીનું ઉત્પાદન કરવાની અમારી વિનંતીનો પુનરોચ્ચાર કરીએ છીએ.

કેન્દ્ર સરકાર(government) રાજ્યોને પૂરતી રસી આપતી નથી, કેન્દ્ર સરકાર બાળકોને રસી આપવાની દિશામાં કોઇ પગલાં લેતી નથી, કેન્દ્રએ પોતાની જવાબદારી રાજ્યો પર નાંખી દીધી છે, કેન્દ્ર સરકાર સ્થાનિક સ્તરે રસીનું ઉત્પાદન વધારવા માટે પૂરતાં પ્રયાસો નથી કરતી, કેન્દ્રએ દુનિયાભરમાં ઉપલબ્ધ રસીઓને માન્યતા આપી નથી….વગેરે જેવી ચર્ચાઓ અને પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ પાયા વિહોણી વાતો છે. હકીકતમાં કેન્દ્ર સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે US FDA, EMA, UK’s MHRA અને જાપાનની PMDA દ્વારા માન્યતા આપવામાં આવેલી તેમજ WHO દ્વારા કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટેની યાદીમાં સમાવવામાં આવેલી રસીઓને ભારતમાં સરળતાથી લાવવા માટે એપ્રિલ મહિનામાં જ સક્રિયપણે સરળતા કરી આપી છે. આ રસીઓને આગોતરા બ્રીજિંગ પરીક્ષણોની જરૂરિયાત રહેશે નહીં. અન્ય દેશોમાં સારી રીતે સ્થાપિત રસી ઉત્પાદકો માટે પરીક્ષણની જરૂરિયાતને નાબૂદ કરવાના આશય સાથે આ જોગવાઇમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે.

government

કેન્દ્ર સરકાર(government) રસીના ઉત્પાદકોને ભંડોળ આપવાથી લઇને ઉત્પાદન વધારવા માટે ઝડપથી મંજૂરીઓ આપવી અને વિદેશી ઉત્પાદકોને ભારતમાં લાવવા સુધીની તમામ કામગીરીઓ ખૂબ જ મહેનત કરી રહી છે. કેન્દ્ર દ્વારા ખરીદી કરવામાં આવતો રસીનો સંપૂર્ણ જથ્થો રાજ્યોને લોકોના વિનામૂલ્યે રસીકરણ માટે આપવામાં આવે છે. આ બાબત રાજ્યો ખૂબ જ સારી રીતે જાણે છે. ભારત સરકારે રાજ્યોને તેમની વિશેષ વિનંતીઓના આધારે પોતાની રીતે જ રસી ખરીદવા માટે પણ સુવિધા આપી છે. દેશમાં રસીની ઉત્પાદન ક્ષમતા અને વિદેશમાંથી સીધી રસી ખરીદવા પાછળ આવતી મુશ્કેલીઓ બાબતે રાજ્યો ખૂબ જ સારી રીતે જાણે છે.

બાળકોની રસી બાબતે જાણવા મળ્યું કે, હાલના તબક્કે, દુનિયામાં એકપણ દેશ 12 વર્ષથી ઓછી વયના બાળકોને રસી આપી રહ્યો નથી. WHOએ પણ બાળકોને રસી આપવા અંગે કોઇ ભલામણ કરી નથી. બાળકોમાં રસીની સલામતી અંગે અભ્યાસો થયા છે અને તેમાં પ્રોત્સાહક તારણો મળ્યા છે. ભારત(government)માં બાળકોમાં ટૂંક સમયમાં જ રસીના પરીક્ષણો શરૂ કરવામાં આવશે. જોકે, બાળકોના રસીકરણ અંગેનો નિર્ણય વોટ્સએપ ગ્રૂપમાં ચાલતા ડરના માહોલના આધારે તેમજ કેટલાક નેતાઓ આમાં રાજનીતિ રમવા માંગે છે તેના આધારે ના લઇ શકાય. આ અંગે પરીક્ષણો આધારિત પૂરતા પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ થયા પછી આપણા વૈજ્ઞાનિકો દ્વારા જ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો….

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!