Automatic Number Plate Reader

GPS Toll Collection: દેશમાં હવે GPS ટોલ કલેક્શન સિસ્ટમ, જાણો ક્યારથી થશે લાગૂ…

GPS Toll Collection: દેશમાં જીપીએસ દ્વારા ટોલ વસૂલવાનું માર્ચ 2024થી શરૂ થઈ શકે છેઃ મીડિયા રિપોર્ટ્સ

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ GPS Toll Collection: દેશમાં ટૂંક સમયમાં ટોલ કલેક્શનની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. થોડા સમય પછી તમારા વાહનોમાંથી ફાસ્ટેગને બદલે જીપીએસ દ્વારા ટોલ કાપવામાં આવશે અને વાહનો રોકાયા વિના સંપૂર્ણ ઝડપે તેમની મુસાફરી પૂર્ણ કરી શકશે.

3 વર્ષ પહેલા જ્યારે દેશમાં ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેને ગેમ ચેન્જર તરીકે જોવામાં આવ્યું હતું. જો કે, હવે આ પદ્ધતિને બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે હવે દેશમાં ટોલ કલેક્શન સીધું જીપીએસ દ્વારા કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લગભગ 3 અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, દેશમાં જીપીએસ દ્વારા ટોલ વસૂલવાનું માર્ચ 2024થી શરૂ થઈ શકે છે. આ શ્રેણીમાં દેશના લગભગ 10 હાઈવે પર જીપીએસ આધારિત ટોલ કલેક્શનનું પરીક્ષણ આવતા મહિના એટલે કે ફેબ્રુઆરી 2024થી શરુ થવા જઈ રહ્યું છે.

આનો સ્પષ્ટ અર્થ એ છે કે ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શન લેવું એ હવે ભૂતકાળ બની જશે અને જીપીએસ આધારિત ટોલ કલેક્શન લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની જશે.

માર્ચ સુધીમાં દેશભરના ટોલ પર જીપીએસ સિસ્ટમ શરુ કરવામાં આવશે

અહેવાલમાં વધુમાં જણાવતા, દેશભરમાં આ નવી જીપીએસ ટોલ કલેક્શન પ્રક્રિયા શરુ કરતા પહેલા તેનો પાયલોટ પ્રોજેક્ટ કેટલાક મર્યાદિત હાઈવે પર ચલાવવામાં આવશે. તેના દ્વારા જોવામાં આવશે કે માર્ચ સુધીમાં દેશભરમાં તેને સરળતાથી અને કોઈપણ સમસ્યા વિના કેવી રીતે લાગુ કરી શકાય છે. આ માહિતી માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

નવી સિસ્ટમમાં, એક દ્વારા જ ટોલ વસૂલાત કરવામાં આવશે અને તેનાથી નિશ્ચિત હાલના ટોલ પ્લાઝાની જરુરિયાત દૂર થશે. આ માટે હાઈવેનું જીઓફેન્સિંગ કરવામાં આવશે જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) અથવા રોડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો… Dates Benefits: આજે જ ડાયેટમાં સામેલ કરો ખજૂર, શિયાળામાં ખાવાથી મળે છે અદ્ભુત ફાયદાઓ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો