Makar Sankranti

Accidents due to Uttarayan: ગુજરાતવાસીઓને ભારે પડી ઉત્તરાયણ, વિવિધ ઘટનાઓમાં કેટલાક લોકોના મોત

Accidents due to Uttarayan: પતંગની દોરીથી માથું કપાતા અને છત પરથી પડી જવાથી 07થી વધુ લોકોના મોત

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ Accidents due to Uttarayan: ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ)નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સવારથી મોડી સાંજ સુધી તેમના ઘરના ધાબા પર ચડીને પતંગ ઉડાવવાનો આનંદ માણે છે. સાથે જ પતંગની દોરીને કારણે અકસ્માતમાં લોકોના મોત પણ થાય છે. આ વખતે ઉત્તરાયણના બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પતંગની દોરીથી માથું કપાવાથી અને છત પરથી પડી જવાથી 07થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 115થી વધુ લોકો ઘાયલ થયા છે.

અલગ-અલગ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચાંદલોડિયામાં ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલી પતંગને બહાર કાઢતી વખતે 13 વર્ષના કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. જ્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામમાં 7 વર્ષના બાળકનું ગળું કપાઈ જવાને કારણે ચાઈનીઝ દોરીથી મોત થયું હતું.

બીજી તરફ વડોદરાના વાઘોડિયા રોડ પર બાઇક સવાર 21 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. દરમિયાન ભાવનગરમાં 14 વર્ષીય અરુણ અને 17 વર્ષીય સુનિલ સરવૈયા ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવી રહ્યા હતા તે દરમિયાન પતંગ વીજ વાયરમાં ફસાઈ જતાં બંને ભાઈઓના વીજ કરંટથી મોત થયા હતા.

રાજકોટ-ભાવનગર રોડ પર પતંગની દોરી ફસાઈ જતાં 22 વર્ષીય યુવકનું મોત થયું હતું. રાજકોટમાં પતંગ ઉડાડતી વખતે છત પરથી પડી જતાં એક બાળકનું મોત થયું હતું.

115થી વધુ લોકોને પહોંચી ઈજા

ગુજરાતમાં ઉત્તરાયણમાં 66, બાસી ઉત્તરાયણમાં 49 એમ બે દિવસમાં 115થી વધુ લોકોને દોરીથી ઈજા પહોંચી છે. જ્યારે ઉત્તરાયણમાં 911 લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. સામાન્ય દિવસો કરતાં અકસ્માતથી ઈજામાં 164 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત મારામારીથી ઈજા થવાના કેસમાં સામાન્ય દિવસો કરતા વધારો થયો હતો.

આ પણ વાંચો…. GPS Toll Collection: દેશમાં હવે GPS ટોલ કલેક્શન સિસ્ટમ, જાણો ક્યારથી થશે લાગૂ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો