Cyclone Tauktae 1

Great danger alert બોટોને જેટીથી બહાર કાઢી લેવાઈ : 2 દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા અને આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર, 17 મેઃ તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ(Great danger alert) ગણાવ્યુ છે. તાઉ-તે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવાસારીમાં ભારે વરસાદ પડશે.. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર(Great danger alert) સિગ્નલ લગાવી દેવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે.

Whatsapp Join Banner Guj

Great danger alert: તાઉ-તેએ ગોવાના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ખૂબ જ તીવ્ર ચક્રવાતના સ્વરૂપમાં હતી. જેમાં ગઈકાલે 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચતા પહેલાં પવન 170 કિ.મી.થી વધી શકે અને 190 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે, વાવાઝોડાએ તેની દરિયાઈ મુસાફરી ટૂંકી કરી દીધી છે અને લગભગ 6 કલાક અથવા તેનાથી વધુ સમયગાળા દરમિયાન તે તેની લેન્ડફોલને આગળ વધારશે. વિશાળ તોફાન લેન્ડફોલ બનાવવા પહેલાં થોડી વરાળ ગુમાવી શકે છે પરંતુ એક નોંધપાત્ર ચક્રવાત બની શકે છે. તાઉ-તે નબળું પડતાં પહેલાં સૌરાષ્ટ્રભરમાં તોફાનની જેમ 12 કલાકથી વધુ સમય વિતાવશે.

ઉલ્લેખનીય છે કે, તાઉ તે વાવાઝોડાને પગલે રાજય સરકારનું તંત્ર પણ એલર્ટ(Great danger alert) બન્યું છે. રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ છે. વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ થયો છે. ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે. આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા મહેસુલી અધિકારીઓને તૈનાત કરાયા છે. ૩૧૯ ટીમો વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરાઈ છે. ઓકસીઝન જરૂરીયાતને પહોચી વળવા માટે તથા ઓકસીઝનનું સરળતાથી વહન થાય તે માટે ૩૫ ગ્રીન કોરીડોર બનાવવાયા છે. રાજયમા ૧૬૧ ICU એબ્યુલન્સ અને પ૭૬ 108 એબ્યુલન્સ તૈનાત કરાઇ છે.

ADVT Dental Titanium

ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધતા તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે. જેમ જેમ વાવાજોડું નજીક આવતું જાય છે તેમ તેમ દરીયામાં કરંટ વધતો જાય છે. માંગરોળના બંદરે ભયજનક સ્થિતિનો ચિતાર આપતુ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જૂનાગઢના માંગરોળ બંદરે પણ વાવાઝોડાની અસર શરૂ થઈ છે ત્યારે માંગરોળ બંદરની જેટીમાંથી બોટને ઈમરજન્સી બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. માંગરોળની જેટીમાં દરિયાઈ કરંટ હોવાથી ઈમરજન્સી બોટને બહાર કાઢવામાં આવી છે. માંગરોળના બંદર પર ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જેથી બોટને જેટીથી બહાર કાઢવામાં આવી છે.

આ પણ વાંચો…..

પાવર બેકઅપની પૂરતી વ્યવસ્થા(cyclone): રાજ્યભરમાં 661 વીજટીમ,આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તથા 607 જેટલી 108 સ્ટેન્ડ ટુ