GST Council Meeting Decision: GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણય, આ વસ્તુઓ થઈ સસ્તી…

GST Council Meeting Decision: GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો

બિજનેસ ડેસ્ક, 12 જુલાઈઃ GST Council Meeting Decision: ગઈકાલે સંપન્ન થઈ GST કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સીતારમણે સાંજે પ્રેસ બ્રીફિંગ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવા સંમત થઈ છે.

સાથે જ હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5% કર્યો છે. આ સિવાય હવે આયાતી કેન્સરની દવાઓ પર IGST લાગુ નહીં થાય. GST કાઉન્સિલની બેઠકમાં GST ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

સિનેમા હોલમાં હવે ભોજન સસ્તું થશે

જો તમે ફિલ્મના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. GST કાઉન્સિલની 50મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો GST રેટ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. અગાઉ તે 18 ટકા હતો. આ સિવાય કેટલીક અન્ય પ્રોડક્ટ્સ પર પણ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેઠકમાં ન રાંધેલા ખાદ્યપદાર્થો, માછલી અને દ્રાવ્ય પેસ્ટ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે. આ ઉત્પાદનો પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

કેન્સરના દર્દીઓ માટે મોટી રાહત

GST કાઉન્સિલે કેન્સરના દર્દીઓને રાહત આપી છે. હવે આયાતી કેન્સરની દવાઓ પર IGST લાગુ નહીં થાય. GST કાઉન્સિલની બેઠકમાં કેન્સર સામે લડવા માટે વપરાતી દવાઓ અને દુર્લભ બીમારીઓ માટે વપરાતી દવાઓને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી કેન્સરની દવા Dinutuximab સસ્તી થશે.

આ ઓનલાઈન ગેમિંગ સ્ટોક્સ પર ફોકસ રહેશે

જીએસટી કાઉન્સિલ નો નિર્ણય બુધવારના સત્રમાં ઓનલાઈન ગેમિંગ સ્ટોક્સ પર ફોકસ વધારશે. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગને ઝટકો આપ્યો છે. કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવાનું નક્કી કર્યું છે. રેખા ઝુનઝુનવાલા સમર્થિત નઝારા ટેક્નોલોજીસ, ઝેન્સર ટેક્નોલોજીસ, ડેલ્ટા કોર્પ, ઓનમોબાઇલ ગ્લોબલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઇન્ફોસિસ અત્યારે ટોચના ગેમિંગ શેરોમાં છે.

બેઠકમાં આ મુદ્દે થયો હોબાળો

GST કાઉન્સિલની બેઠક શરૂ થતાની સાથે જ ઘણા રાજ્યો એક મુદ્દે વિરોધમાં આવી ગયા હતા. વિપક્ષી સરકારો સાથેના વિવિધ રાજ્યોએ આ બેઠકમાં એક નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. આ નિર્ણયમાં, EDને GST નેટવર્ક (GSTN) સાથે માહિતી શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેને ‘ટેક્સ ટેરરિઝમ’ ગણાવતા પંજાબની આમ આદમી પાર્ટી સરકારના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે નાના વેપારીઓ તેનાથી ડરી ગયા છે.

આ સુધારો કર્યો છે

નાણા મંત્રાલયે એક સૂચના દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2022માં સુધારો કર્યો છે. આ અંતર્ગત, GSTની ટેક્નોલોજી આર્મને હેન્ડલ કરતી GSTNને એવી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે જેની સાથે ED માહિતી શેર કરી શકે છે.

આ પણ વાંચો… Finance track meetings in Gandhinagar: G20 હેઠળ ગાંધીનગર જુલાઈ મહિનામાં બે ફાઇનાન્સ ટ્રેક મીટિંગનું આયોજન કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો