Isudan Gadhvi

Isudan Gadhvi Targets BJP: ભાજપ ‘શિક્ષણ વીર’ લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી

  • ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi Targets BJP: કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો, તે તમે રદ કરો નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ, 12 જુલાઈઃ Isudan Gadhvi Targets BJP: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ યુવાઓને લગતા ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, વર્ષોથી ટેટ ટાટની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને એક સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે.

આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપએ જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આજે ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે.

અમે ભાજપને સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે, કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો તે તમે રદ કરો નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે. આમ આદમી પાર્ટી યુવાનો અને તેમના માતા-પિતાઓ સાથે છે.

ભાજપે અગ્નિવીર યોજના લાગુ કરી અને ગુજરાતના લોકો 156 સીટો તેમને આપી તો આજે ભાજપના લોકો જ કહી રહ્યા છે કે અમે જેટલું શોષણ કરી રહ્યા છીએ એમ અમને એટલા જ વધુ મત મળી રહ્યા છે.

મારી ગુજરાતના યુવાનો અને તેમના સગા સંબંધીઓને વિનંતી છે કે જો તેઓ ભાજપમાં હોય તો તેમાંથી રાજીનામાં આપી દે. જો ભાજપને હરાવવામાં આવશે તો જ તે લોકો આવી યોજનાઓ રદ કરીને યુવાનોને નોકરીઓ આપશે.

ભાજપે જ્ઞાન સહાયકમાં એક નવું લોલીપોપ આપ્યું છે કે વિદ્યા સહાયકમાં રૂ.19,950 પગાર આપવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટરના જ્ઞાન સહાયકોને ચાર પાંચ હજાર રૂપિયા વધુ આપીને નોકરી ઉપર રાખીશું.

આનો અર્થ સ્પષ્ટ છે કે ભાજપને અહંકાર આવી ગયું છે અને તેને યુવાનોની કોઈ કદર નથી. દુઃખની બાબત છે કે આ નિર્ણય પછી ઘણા યુવાનોની સગાઈ પણ તૂટી જશે. કારણ કે અહીંયા હવે કાયમી નોકરીની જગ્યાએ સરકાર કોન્ટ્રાક્ટ પર નોકરી આપવા જઈ રહી છે.

પંજાબમાં ભગવંત માનની સરકાર આવી ત્યારબાદ તેઓએ 12,700 કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કર્યા છે. એવી જ રીતે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવવાની સાથે જ ફક્ત એક મહિનામાં તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અમે કાયમી કરીશું.

આ પણ વાંચો… GST Council Meeting Decision: GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણય, આ વસ્તુઓ થઈ સસ્તી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો