Heroien accuset arrest by ATS

Gujarat ATS: રૂ. 56 કરોડના હેરોઈનના જથ્થા સાથે અફઘાની નાગરિકને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Gujarat ATS: જખૌ હેરોઈન સીઝર કેસમાં દિલ્હી ખાતેથી કિંમત રૂ. 56 કરોડના 8 કિલો હેરોઈનના જથ્થા સાથે અફઘાની નાગરિકને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

અમદાવાદ , 11 નવેમ્બર: Gujarat ATS: ગુજરાત એ.ટી.એસ.ના દીપન ભદ્રનનાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ સુરત શહેર બી.પી. રોજીયા નાઓએ ગુપ્ત રાહે બાતમી હકિકત આપેલ કે, ગત તા.08/10/2022 ના રોજ ગુજરાત એ.ટી.એસ. તથા ICG ની સંયુક્ત ટીમે જખૌ નજીક ભારતની IMBL સીમામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડેલ હતું.

જેમાં “અલ – સાકાર” નામની એક પાકિસ્તાની બોટ તથા તેમાં સવાર ૬ પાકિસ્તાની ઈસમોને તેમના કબજામાં રહેલ ૫૦ પેકેટ (અંદાજે ૫૦
કિલોગ્રામ) હેરોઈન, કિં રૂ. ૩૫૦ કરોડના સાથે પકડી પાડવામાં આવેલ હતા. જે હેરોઈન કન્સાઈનમેન્ટ અફઘાન નાગરિક હકમતુલ્લાહ ઉર્ફે અમન,મૂળ રહે. અફઘાનિસ્તાનનાએ મંગાવેલ હતું. આ હકમતુલ્લાહ ઉર્ફે અમન હાલમાં દિલ્હી ખાતે લાજપતનગર વિસ્તારમાં રોકાયેલ છે. જે
બાતમી હકીકત આધારે D.I.G. દીપન ભદ્રનનાઓની સૂચના અનુસાર ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલ, પો.ઈન્સ. વી. બી. પટેલ, પો.ઈન્સ. બી.એચ.કોરોટ, પો.ઈન્સ. સી.એચ.પનારા, પો.સ.ઈ. એ.આર.ચૌધરી તથા ડી.સી.બી., સુરત શહેરના પો.સ.ઈ. જે.પી. સોલંકી નાઓની ટીમ લાજપતનગર, દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ.

દિલ્હી ખાતે ગુજરાત એ.ટી.એસ.,(Gujarat ATS) ડી.સી.બી., સુરત શહેર તથા દિલ્હી સ્પે.સેલની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ, જે સંયુક્ત ટીમ તા. 10/11/2022ના રોજ દિલ્હીના લાજપતનગર વિસ્તારમાં સર્ચમાં હાજર હતી, જે દરમ્યાન બાતમી હકીકતવાળો ઈસમ મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે,

આ પણ વાંચોElection Commission bans exit polls: ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ ચૂંટણી માટે એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ

તેનું નામ હકમતુલ્લાહ ઉર્ફે અમન s/o નુરૂલ્લાહ છે અને તે મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. તે ચાર વર્ષ અગાઉ ભારતમાં ટૂરીસ્ટ
વીઝા પર આવેલ હતો. સદર ઈસમની પ્રાથમિક પૂછપરછ અને ઝડતી તપાસ દરમ્યાન તેણે એક કોરોલા અલ્ટીસ કારમાં છૂપાવેલ 8 કિલો શંકાસ્પદ માદક પદાર્થ મળી આવેલ, જેને સ્થળ ઉપર ટેસ્ટીંગ કીટ મારફતે પરીક્ષણ કરતા મળી આવેલ માદક પદાર્થ હેરોઇન હોવાનું જાણવા મળેલ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. 56 કરોડની થાય છે. હકમતુલ્લાહ ઉર્ફે અમન આ હેરોઈનના જથ્થાને સગેવગે કરે એ પહેલાં તેને ગુજરાત એ.ટી.એસ., ડી.સી.બી., સુરત શહેર તથા દિલ્હી સ્પે.સેલની સંયુક્ત ટીમ ટીમે પકડી પાડેલ છે અને 8 કિલો હેરોઈન તથા કોરોલા
અલ્ટીસ કાર સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ, વધુ 8 કિલો હેરોઈન પકડાતા ગુજરાત એ.ટી.એસ. દ્વારા કુલ કિં રૂ. 406 કરોડનું 58 કિલો હેરોઈન, જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ અફઘાની નાગરિક હકમતુલ્લાહ ઉર્ફે અમન S/O નુરૂલ્લાહએ પકડાયેલ હેરોઈનનો જથ્થો ક્યાંથી મેળવ્યો, ક્યાં મોક્લવાનો હતો તેમજ આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે તથા નાણાંકીય કડીઓ શોધી કાઢવા અંગે ઉપાંવાઢા 615 ની સઘન તપાસ ચાલુમાં છે.

Gujarati banner 01