Congress

Gujarat election 2022: ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ફરી ગઠબંધન

Gujarat election 2022: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કરી આ વાતની જાહેરાત

ગાંધીનગર, ૧૧ નવેમ્બર: Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર આગામી 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર મતદાન થવાનું છે. એવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે આ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બન્ને પાર્ટી વચ્ચે ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાની સીટ માટે ગઠબંધન કરવામા આવ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી આ ગઠબંધન અંગેની જાહેરાત કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર અમે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે. જયંત બોસ્કી સાથે બેઠક સફળ સાબિત થઈ છે.

તેમણે કહ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં 125 બેઠકો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. ફાસીવાદો પરીબળો, દેશની એકતાને અંડિતતાને તોડનારા પરીબળોની સામે સમાન વિચારધારા વાળા લોકો, દેશના સંવિધાનને બચાવવા વાળા લોકો, દેશની કોમી એકતા અને એખલાસને બચાવવા વાળા લોકો સમગ્ર દેશમાં ભેગા થઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં પણ આ ગઠબંધન કરીને અમે ચૂંટણી લડીશું.

આ પણ વાંચો: Gujarat ATS: રૂ. 56 કરોડના હેરોઈનના જથ્થા સાથે અફઘાની નાગરિકને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Gujarati banner 01