Gyanvapi case judgment 1

Gyanvapi case judgment: અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જ્ઞાનવાપીમાં હિન્દુઓનો પૂજાનો અધિકાર યથાવત્

Gyanvapi case judgment: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ કરશે

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Gyanvapi case judgment: અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હવે હિન્દુઓ અહીં પૂજા કરવાનું ચાલુ રાખી શકે છે. આ ચુકાદો મુસ્લિમ પક્ષકારો માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. તેઓ આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવા વિચારી શકે છે.

આ પણ વાંચોઃ Weather Update : ગુજરાતના આ વિસ્તારોમાં ગમે ત્યારે પડી શકે છે પવન સાથે વરસાદ- જાણો આગાહી વિશે

અગાઉ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ કરવા મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો