Government employee protest

Govt. Employee: કર્મચારીઓનું એલાન, જૂની પેન્શન યોજના લાગુ કરો નહીંતર…

Govt. Employee: ફિક્સ પગાર સિસ્ટમ નાબૂદ કરવા, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો સહિતના પ્રશ્ન મુદ્દે કર્મચારીઓ સરકાર સમક્ષ રજૂઆત જ નહીં, આંદોલન કર્યા પછીય કોઇ ઉકેલ આવી શક્યો નથી

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ Govt. Employee: જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતા કર્મચારીઓ હવે લડત લડવાના મૂડમાં છે. ચોથી માર્ચ સુધી પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ અપાયુ છે.

આ પણ વાંચોઃ Gyanvapi case judgment: અલ્લાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જ્ઞાનવાપીમાં હિન્દુઓનો પૂજાનો અધિકાર યથાવત્

ફિક્સ પગાર સિસ્ટમ નાબૂદ કરવા, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો સહિતના પ્રશ્ન મુદ્દે કર્મચારીઓ સરકાર સમક્ષ રજૂઆત જ નહીં, આંદોલન કર્યા પછીય કોઇ ઉકેલ આવી શક્યો નથી. 14મી અને 15મીએ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાં યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ બે મૂળ પ્રશ્ન હલ કરવા માગ કરી છે જેમાં જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પગાર પ્રથા રદ કરી પૂરા પગારથી કાયમી કરવા. આ ઉપરાંત સાતમા પગારપંચના બાકી લાભો આપવા,કેન્દ્રના ધોરણે મોઘવારી ભથ્થુ અને ઘરભાડુ ભથ્થુ આપવુ.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો