Rain Weather Update gujarat

Weather Update : ગુજરાતના આ વિસ્તારોમાં ગમે ત્યારે પડી શકે છે પવન સાથે વરસાદ- જાણો આગાહી વિશે

Weather Update : રાજ્યમાં 1થી 5 માર્ચ દરમિયાન પવન સાથે માવઠાની શક્યતા….

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ Weather Update: ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે.

આ પણ વાંચોઃ Share Market: આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી, સેન્સેક્સ 73000 નીચે સરક્યો

ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટાભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઠંડી, ગરમી કે વરસાદનું જોર વધશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો