PM Modi 0512 edited

જો બિડેન બાદ ભારતના વડાપ્રધાન લઇ શકે છે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન, લઇ રહ્યાં છે ડોક્ટર્સની સલાહ

PM Modi 0512 edited

નવી દિલ્હી, 05 જાન્યુઆરીઃ મોદી સરકારે કોરોનાની બે રસીને મંજૂરી આપી એ મુદ્દે ભાજપ અને વિપક્ષો વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓએ ભારત બાયોટેકની રસીને ટ્રાયલ વિના મંજૂરી આપવા સામે સવાલ ઉઠાવ્યા છે. સામે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોનાની રસી સામે સવાલ કરનારાંને મંદબુધ્ધિ ગણાવ્યા છે. તાજેતરમાં યોગ ગુરુ રામદેવ બાબાએ પણ રસી નહીં લે તેમ કહ્યું હતું.

આ બધા મતભેદો અને સવાલોને રોકવા માટે કોંગ્રેસના બિહારના ધારાસભ્ય અજીત શર્માએ વિનંતી કરી છે કે, કોરોનાની સૌથી પહેલી રસી લઈને મોદી લોકોને રસી એકદમ સુરક્ષિત છે એવો મેસેજ આપે. રશિયામાં પુતિને સૌથી પહેલાં રસી લીધી હતી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના વિજેતા જો બાઈડને રસી લીધી છે તેથી મોદી પણ દાખલો બેસાડી લોકોમાં વિશ્વાસ પેદા કરે એવી તેમની દલીલ છે.

whatsapp banner 1

પીએમઓનાં સૂત્રોના મતે, મોદી આ સૂચનને સ્વીકારીને દેશમાં કોરોનાની રસી સૌથી પહેલાં લેવાની તૈયારી બતાવે એવી પૂરી શક્યતા છે. મોદીએ પોતાની વય ૭૦ વર્ષથી વધારે હોવાથી આ અંગે પોતાના ડોક્ટરોની સલાહ પણ માગી છે. તેમના તરફથી લીલી ઝંડી મળશે તો મોદી દેશમાં કોરોનાની રસી સૌથી પહેલાં લેવા તૈયાર થશે.

આ પણ વાંચો…

સૌરવ ગાંગલીને હાર્ટએટેક આવ્યા બાદ, જાણો, શા માટે સોશિયલ મીડિયા પર લોકો ઉડાવી રહ્યા છે મજાક?