Chittagong container depot fire

Chittagong container depot fire: ચટગાંવના કન્ટેનર ડિપોમાં ભીષણ આગ લાગી, 33ના મોત નીપજ્યા

Chittagong container depot fire: આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે 450થી પણ વધારે લોકો ઘાયલ થયા

નવી દિલ્હી, 05 જૂનઃ Chittagong container depot fire: બાંગ્લાદેશમાં ચટગાંવના સીતાકુંડા ઉપજિલ્લામાં શનિવારે રાતના સમયે એક ખાનગી ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં (ICD) ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે 450થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. 

કદમરાસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડિપોના લોડિંગ પોઈન્ટની અંદર આગ લાગવાની ઘટના બની હતી. એક અહેવાલ પ્રમાણે કન્ટેનર ડિપોમાં કેમિકલના કારણે આગ ફાટી નીકળી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ વધારે ભયાનક બની ગઈ હતી. 

રાતે આશરે 9:00 વાગ્યાના સમયે આગ લાગવાની આ ઘટના બની હતી. ત્યાર બાદ 11:45 વાગ્યે ભયંકર વિસ્ફોટ થયો હતો અને કન્ટેનર્સમાં કેમિકલ હોવાના કારણે આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનર્સમાં ફેલાઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ Unique startup that save the environment: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે ચાલો જાણીએ વડોદરાના એક સોશિયલ સ્ટાર્ટઅપની અનોખી કહાની

આગ હોનારતમાં 450થી પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે અને તે પૈકીના 350 જેટલા CMCHમાં છે. વિસ્ફોટના કારણે આજુબાજુના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો અને લોકોના ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક વિભાગની 19 જેટલી ગાડીઓએ જહેમત હાથ ધરી છે અને 6 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તૈનાત છે. 

બીએમ કન્ટેનર ડિપો એક આંતર્દેશીય કન્ટેનર ડિપો તરીકે સ્થાપિત કરવામાં આવેલું છે અને તે મે 2011થી કાર્યરત છે. તાજેતરની દુર્ઘટનામાં મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી આશંકા જણાઈ રહી છે. 

આ પણ વાંચોઃ Corona happened to many after Karan’s birthday party: બોલિવુડમાં કારણ જોહરની જન્મ દિવસની પાર્ટીમાં જનાર 50 થી વધુને કોરોના હોવાની શંકા, મુંબઈમાં કોરોના વકર્યો

Gujarati banner 01