India corona case update: કોરોના વાયરસના કેસમાં વધારો, આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વના- વાંચો વિગત

India corona case update: કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા કેસ નોંધવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એવું જોવા મળે છે કે અન્ય સ્થળોએ પણ કેસોમાં થોડો વધારો થયો છે

નવી દિલ્હી, 01 ઓક્ટોબરઃ India corona case update: કોરોના વાયરસના કેસમાં ભારતે ફરી એકવાર તેજી નોંધાવી છે. ગુરુવારે, 23 થી ઉપર કેસ નોંધાયા હતા, જ્યાં પહેલા કેસોની સંખ્યા 20 હજારથી નીચે નોંધાઈ હતી. તે જ સમયે, હવે ફરી એકવાર કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. દેશમાં શુક્રવારે 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. જોવામાં આવે તો, કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી અડધા કેસ નોંધવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એવું જોવા મળે છે કે અન્ય સ્થળોએ પણ કેસોમાં થોડો વધારો થયો છે. છેલ્લા દિવસે કેરળમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે દેશભરમાં કોરોનાના 26,727 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા 28,246 છે.

આ પણ વાંચોઃ Payment without internet: વગર ઈંટરનેટ Google Pay, PhonePe, Paytm થી આ રીત કરી શકો છો લેણદેણ – વાંચો વિગત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજુ યથાવત જ છે જોકે રાહતની વાત કહી શકાય કે ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં ઘટાડો સામે આવ્યો છે. જોકે કોરોના વાયરસને લઈને હજુ પણ ઘણા બધા વૈજ્ઞાનિકોને ભય સતાવી રહ્યો છે.

ભારતમા હવે નવરાત્રી અને દિવાળી એમ બે મોટા તહેવારો આવવાના છે ત્યારે આ સિઝનમાં બેદરકારીનાં કારણે કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી શકે છે. આ ભીડમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવી શકે છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં બેદરકારી કરવાની નથી

Whatsapp Join Banner Guj