Shilpa shetty kundra statement

Shilpa shetty kundra statement: પતિની ધરપકડ પછી પ્રથમ વખત શિલ્પા શેટ્ટીએ ચૂપી તોડીને આપ્યું આ વિવેદન સાથે કરી વિનંતી

Shilpa shetty kundra statement: સોશિયલ મીડિયા પર શિલ્પાએ બે પેજનુ નિવેદન બહાર પાડયું છે. તેણે કહ્યું છે કે મહેરબાની કરીને તેની એકલી છોડી દો

બોલિવુડ ડેસ્ક, 03 ઓગષ્ટ: Shilpa shetty kundra statement: પોર્ન ફિલ્મોના નિર્માણના વ્યવસાયના કારણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થઇ છે. આ પછી બે અઠવાડિયે છેક શિલ્પાએ પોતાની ચૂપકીદી તોડીને એક નિવેદન બહાર પાડયું છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ બે પેજનુ નિવેદન બહાર પાડયું છે. તેણે કહ્યું છે કે મહેરબાની કરીને તેની એકલી છોડી દો. 

2જી ઓગસ્ટના રોજ શિલ્પાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પ્રથમ વખત પોતાની વાત કરી છે.તેણે પોસ્ટ(Shilpa shetty kundra statement)માં લખ્યું છે કે,હા, મારા પાછલા દિવસો મારા માટે પડકારરૂપ રહ્યા છે. ઘણા આરોપ લાગ્યા છે અને અફવાઓ પણ ફેલાઇ છે. ફક્ત મીડિયા કર્મીઓ જ નહીં મારા શુંભચિંતકોમાંના ઘણા લોકોએ મારા પર  લાંછન લગાડવામાં બાકી નથી રાખ્યું. મારી સખત ટ્રોલિંગ થઇ છે અને ઘણા પ્રશ્રો મને પુછાયા છે. 

આ પણ વાંચોઃ Govt.New guideline: ત્રીજી લહેરની આશંકાને જોતા સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, હવે લગ્ન પ્રસંગમાં માત્ર આટલો લોકોને જ મંજૂરી- વાંચો વિગત

તેણે(Shilpa shetty kundra statement) વધુમાં કહ્યું છે કે, ફક્ત મારી જ નહીં, મારી પરિવાર પર પણ આંગળી ચીંધવામાં આવી છે. મને ભારતના ન્યાયાલાય પર સંપૂર્ણ ભરોસો છે. તેથી હાલ હું કોઇ પણ વાતની સ્પષ્ટતા કરવા કે બોલવા માંગતી નથી. મહેરબાની કરીને મારા પર ખોટા વ્યંગ અને જુઠાણા ન ફેલાવો. હું એક માતા છું અને મારા સંતાનોને ધ્યાનમાં રાખીને અમારા પર આંગળી ન છીંધો. પોલીસ પર મને પૂરો ભરોસો છે. હું એટલું જ કહેવા માંગુ છું કે, પોલીસ હજી તપાસ કરી રહી છે. તેમને તેમનું કામ કરવા દો.

આ પણ વાંચોઃ Indian photographer danish: તાલિબાને ભારતીય ફોટોગ્રાફર દાનિશને 12 ગોળીઓ મારી, ઘટનાને 2 અઠવાડિયા વિત્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

પરિવાર તરીકે અમે કાનૂનને લગતા તમામ ઉપાય કર્યા છે. પરંતુ મારી તમને વિનમ્ર પાર્થના છે કે, કોઇ પણ અધૂરી કે ઉપજાવેલી વાતો પ્રત્યે ધ્યાન ન આપીને ટિપ્પણીઓ ન કરો, હું કાયદાને માનનારી ગૌરવન્તિત ભારતીય છું. છેલ્લા ૨૯ વરસથી સખત મહેનત કરી રહી છું. અમારી આ મુશ્કેલની ઘડીમાં  હું મારા અને મારા પરિવારના સમ્માનની વિનંતી કરું છું. સત્યમેવ જયતે.

Whatsapp Join Banner Guj