Karnataka assembly election date 2023: કર્ણાટકમાં 10મેના રોજ થશે વિધાનસભાની ચૂંટણી, જાણો ક્યારે આવશે પરિણામ

Karnataka assembly election date 2023: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં 10મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે

નવી દિલ્હી, 29 માર્ચ: Karnataka assembly election date 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં 10મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેનું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 13 એપ્રિલે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે રાજ્યમાં આજથી ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.

ચૂંટણી સંબંધિત મહત્વની તારીખો…

  • સૂચના તારીખ- 13 એપ્રિલ
  • નોમિનેશનની છેલ્લી તારીખ- 20 એપ્રિલ
  • નામાંકનની ચકાસણી- 21 એપ્રિલ
  • નામાંકન પાછું ખેંચવાની તારીખ- 24 એપ્રિલ
  • મતદાન- 10 મે
  • પરિણામ- 13 મે

વિધાનસભાની મુદત 24 મેના રોજ પુરી થઈ રહી છે

જણાવી દઈએ કે રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 80 અને JD(S) 37 બેઠકો પર કબજો કર્યો હતો.

આ પણ વાંચો: Shubh Malavya Yoga: 6 એપ્રિલથી બની રહ્યો છે શુભ માલવ્ય યોગ, આ લોકો પર થશે ધનની વર્ષા!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો