Kejriwal Government Budget

Kejriwal Government Budget: દિલ્હીમાં આજે કેજરીવાલ સરકારે કર્યુ બજેટ રજૂ, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું વચન- વાંચો વિગત

Kejriwal Government Budget: દિલ્હીની કેજરીવાલ સરકારે છેલ્લે 78 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું

નવી દિલ્હી, 04 માર્ચઃ Kejriwal Government Budget: દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારે સોમવારે રાજધાની માટે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. દિલ્હીની કેજરીવાલ સરકારે છેલ્લે 78 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે અંદાજે રૂ. 2 હજાર કરોડનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ Bill Gates Meets Pm Modi: બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે ખાસ મુલાકાત, ટેકનોલોજી અને શિક્ષણ વિશે IITના વિદ્યાર્થીઓ સાથે કરી વાત

બજેટની જાહેરાત કરતા મંત્રી આતિષીએ કહ્યું કે, આ વર્ષે શિક્ષણ માટે બજેટમાં 16393 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. જે કુલ બજેટના 21 ટકા છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે. દિલ્હીની દરેક મહિલાને દર મહિને રૂપિયા 1000 આપવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રૂપિયા એક હજાર આપવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો