Ae Mere watan

Ae Mere watan Trailer: ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાના રોલમાં જોવા મળશે સારા અલી ખાન, ફિલ્મ  “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ રિલીઝ

Ae Mere watan Trailer: એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અભિનેત્રી સારા અલી ખાનની ડેશિંગ ક્રાંતિકારી શૈલી જોવા ફેન્સ એક્સાઈટેડ છે.

બોલિવુડ ડેસ્ક, 04 માર્ચઃ Ae Mere watan Trailer: ‘એ વતન મેરે વતન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સારા અલી ખાનના ચાહકોમાં આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ‘એ વતન મેરે વતન’ ટ્રેલર 1942 દરમિયાન થયેલા ભારત છોડો આંદોલનની ઝલક દર્શાવે છે. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અભિનેત્રી સારા અલી ખાનની ડેશિંગ ક્રાંતિકારી શૈલી જોવા ફેન્સ એક્સાઈટેડ છે. આ ફિલ્મમાં સારા અંગ્રેજો સાથે લડતી જોઈને પ્રેક્ષકોને ચકિત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ Kejriwal Government Budget: દિલ્હીમાં આજે કેજરીવાલ સરકારે કર્યુ બજેટ રજૂ, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું વચન- વાંચો વિગત

ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે જે દેશની આઝાદી માટે તે કેવી રીતે અંગ્રેજો સામે લડે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા પછી જ જાણી શકાશે.

સારા અલી ખાને ‘એ વતન મેરે વતન’માં ઉષા મહેતાનું પાત્ર ભજવ્યું છે. તેણી માત્ર હિમાયત કરતી નથી કે ભારત પોતે ચલાવવા માટે સક્ષમ છે પણ ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા રેડિયો દ્વારા આ ચળવળને પ્રોત્સાહન પણ આપે છે. ફિલ્મ ‘એ વતન મેરે વતન’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. સારા અલીના વખાણ કરતા લોકો થાકતા નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો