Nipah Virus

Kerala Nipah Update: કેરળમાં મચ્યો હડકંપ, નિપાહ વાયરસના કેસમાં આંકડો આટલે પાર…

Kerala Nipah Update: રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Kerala Nipah Update: કેરળમાં વધુ એક નિપાહ સંક્રમિત દર્દી સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે. આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપના ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે. મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.

તહેવારો અને કાર્યક્રમો પર પ્રતિબંધ

લોકોને એ માર્ગો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે કે જ્યાંથી જીવ ગુમાવનારા બે દર્દીઓ પસાર થયા હતા જેથી અન્ય લોકો તે માર્ગોનો ઉપયોગ ન કરે. કોઝિકોડ જિલ્લામાં જાહેર તહેવારો અને અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઝિકોડ જિલ્લાની 9 પંચાયતોના 58 વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. અહીં માત્ર ઈમરજન્સી સેવાઓને જ મંજૂરી છે.

ઇમરજન્સી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ખોલવાની છૂટ છે. ફાર્મસીઓ અને આરોગ્ય કેન્દ્રો માટે કોઈ સમય મર્યાદા નથી. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા નેશનલ હાઈવે પર બસોને ન રોકવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…. PM Modi in MP: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- સનાતન ધર્મનું….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો