Ahmedabad Airport

Ahmedabad Airport News: અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ મચાવ્યો હોબાળો, વાંચો સમગ્ર મામલો…

Ahmedabad Airport News: ફલાઈટના પાયલોટે વિમાન ઉડાડવાની ના પાડતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ Ahmedabad Airport News: અમદાવાદ એરપોર્ટ પર પાયલોટે ‘સોરી, હું વિમાન નહી ઉડાડુ, મારી શિફ્ટ પુરી થઈ,’ કહેતા ફલાઈટના પેસન્જરોએ હોબાળો મચાવ્યો. મંગળવારે રાતે એર ઇન્ડિયાની ફલાઈટ અમદાવાદથી દિલ્હી જવાની હતી. પરંતુ ફલાઈટના પાયલોટે વિમાન ઉડાડવાની ના પાડતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો.

એર ઇન્ડિયા ફલાઈટના મુસાફરો સિક્યુરિટી ચેકિંગની પ્રક્રિયા પૂર્ણ કરી ટર્મિનલમાં ફલાઈટની રાહ જોતા બેઠા હતા. ફલાઈટ અડધો કલાક મોડી આવતા પાયલોટે ડ્યુટી ટાઈમ પૂર્ણ થતાં પ્લેન લઈ જવાનો ઇનકાર કર્યો. ફલાઈટમાં 170 જેટલા પેસેન્જરો મુસાફરી કરવાના હતા.

ખાસ કરીને એવા અનેક વિદ્યાર્થીઓ આ ફલાઈટમાં હતા, જેઓ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવાના હતા. જ્યારે કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. પાયલોટે ફલાઈટ લઈ જવાની ના પાડતા પેસેન્જરોએ એરલાઈન સ્ટાફને વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરી. પરંતુ એરલાઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાનું જણાવતા કેટલાક પેસેન્જરો પોતાના ઘરે પરત ફર્યા. જ્યારે ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ કનેક્ટિંગવાળા 40 જેટલા પેસેન્જરને હોટલમાં સ્ટે આપ્યો અને તેમને બીજા દિવસે સવારે ફલાઈટમાં દિલ્હી મોકલવામાં આવ્યા.

નોંધનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બનવા પામી હતી. જેમાં પાયલોટે પોતાના કામના કલાકો પૂર્ણ થતા પ્લેન ઉડાડવાની ના પાડી હતી. છેલ્લા કેટલાક સમયથી પાઈલટ અથવા તો ક્રુ મેમ્બર દ્વારા શિફ્ટ ટાઈમ પૂર્ણ થવા અથવા તો થાકી ગયા હોવાના કારણો રજુ કરી ફલાઈટ ટેક ઓફ નહિ થાય તેવું કહેવામાં આવે છે. જેના કારણે જે-તે ફલાઈટના પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો…. Kerala Nipah Update: કેરળમાં મચ્યો હડકંપ, નિપાહ વાયરસના કેસમાં આંકડો આટલે પાર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો