kranti Wankhede wrote letter to CM Uddhav

kranti Wankhede wrote letter to CM: સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર, કહી આ વાત- વાંચો વિગત

kranti Wankhede wrote letter to CM: ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે

મુંબઇ, 28 ઓક્ટોબરઃ kranti Wankhede wrote letter to CM: ડ્રગ્સ કેસને લઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાન પર છે. તેવામાં હવે સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો(kranti Wankhede wrote letter to CM) છે. તેમણે લખ્યું હતું કે, રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે, મજાક થઈ રહી છે. આજે બાલાસાહેબ હોત તો નિશ્ચિત જ આ તેમને મંજૂર ન હોત. 

ક્રાંતિએ પત્રમાં લખ્યું હતું કે, માનનીય ઉદ્ધવજી બાળપણથી મરાઠી માણસના ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોઈને હું એક મરાઠી યુવતી મોટી થઈ છું. બાલા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શીખી કે કોઈના પર અન્યા ન કરો અને પોતાના પર અન્યાય સહન ન કરો. તેને અનુસંધાને આજે હું એકલી જ મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે મજબૂતીથી ઉભી છું અને લડી રહી છું. 

આ પણ વાંચોઃ 75 azadi ka amrut mahotsav: સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત

વધુમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉપસ્થિત લોકો ફક્ત મજા જોઈ રહ્યા છે. હું એક કલાકાર છું, રાજકારણ મને સમજાતું નથી અને મારે તેમાં પડવું પણ નથી, આપણો કોઈ જ સંબંધ ન હોવા છતાં દરરોજ સવારે મારી ઈજ્જત ઉતારવામાં આવે છે. શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે. મજાક થઈ રહી છે. આજે બાલા સાહેબ હોત તો નિશ્ચિતપણે તેમને આ મંજૂર ન હોત. 

ક્રાંતિએ લખ્યું(kranti Wankhede wrote letter to CM) હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે. તે તેમના વિચારો દ્વારા દરરોજ આપણા સુધી પહોંચી રહ્યું છે. આજે તેઓ નથી પરંતુ તમે છો. અમે તમારામાં તેમનો પડછાયો જોઈએ છીએ. તમે અમારૂં નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે કદી મારા પર અને મારા પરિવાર પર અન્યાય નહીં થવા દો. આ સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે એક મરાઠી વ્યક્તિ હોવાના નાતે આજે તમારા સામે અપેક્ષા સાથે જોઈ રહી છું. તમને વિનંતી છે કે, આવીને ન્યાય કરો.

Whatsapp Join Banner Guj