car bharuch

Blast in car: ભરૂચની નર્મદા ચોકડી પાસે ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ- વાંચો વિગત

Blast in car: ભરૂચ પાસે આવેલી નર્મદા ચોકડી નજીક CNG કારમાં બ્લાસ્ટ થતા કારનું પડીકું વળી ગયું હતું. ગેસ રિફિલિંગ થઈ રહ્યો હતો ત્યારે આ નુકસાન થયું

ભરુચ, 28 ઓક્ટોબરઃ Blast in car: ભરૂચની નર્મદા ચોકડી પાસે એક કારમાં બ્લાસ્ટ થતા નાસભાગ થઈ ગઈ હતી. CNG પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા જ કારના ફુરચા ઊડી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા અનેક લોકો CNG ગેસને પસંદ કરતા થયા છે. પણ CNG પંપ ઉપર જ કારમાં બ્લાસ્ટ થતા સુરક્ષા સામે ફરી પ્રશ્નો ચર્ચામાં છે.

CNG કાર ચાલકો માટે આ સૌથી રેડ એલર્ટ સમાન કિસ્સો છે. ભરૂચ પાસે આવેલી નર્મદા ચોકડી નજીક CNG કારમાં બ્લાસ્ટ(Blast in car) થતા કારનું પડીકું વળી ગયું હતું. ગેસ રિફિલિંગ થઈ રહ્યો હતો ત્યારે આ નુકસાન થયું હતું. બ્લાસ્ટને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, કારચાલક અંદરન હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોઃ kranti Wankhede wrote letter to CM: સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર, કહી આ વાત- વાંચો વિગત

પણ કારની સ્થિતિ પરથી કહી શકાય છે કે, બ્લાસ્ટ કેટલો શક્તિશાળી રહ્યો હશે. જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. તો ક્યારેક જીવ પણ જઈ શકે છે. ઘણી વખત આ અંગેની સૂચના પંપવાળા આપે છે છતાં લોકો એને ધ્યાને લેતા નથી. એટલા માટે જ CNGમાં ગેસ રિફિલિંગ કરાવતી વખતે કાર ખાલી કરી દેવી જોઈએ. અંદર બેઠેલા વ્યક્તિઓએ કારમાંથી બહાર ઊતરી જવું દોઈએ. લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું જોઈએ. કારના બોનેટનો કુડચો બોલી ગયો છે. જ્યારે તમામ કાચ તૂટી ગયા છે. વ્હીલ તથા એન્જીન જાણે છૂટા પડ્યા હોય એવી હાલત કારની જોવા મળી છે.

કારમાં પાછળનો બેઠક ભાગ તો જાણે હશે જ નહીં એવી સ્થિતિ બ્લાસ્ટ બાદ જોવા મળી છે. દરવાજા કારમાંથી છૂટા પડી ગયા હતા. આ કાર અમદાવાદ પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. ધડાકાના પગલે સમગ્ર પંપ પર કારનો કાટમાળ વિખેરાઈ ગયો હતો. જ્યારે પંપ પર રહેલા એક મશીનને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો અને કેવી રીતે થયો એ અંગે કોઈ વિગત સામે આવી નથી.

Whatsapp Join Banner Guj