Vaccine

આજથી શુભારંભ: પહેલા જ દિવસે 3 લાખ સ્વાસ્થ્ય કાર્મીનોને અપાશે રસી, વડાપ્રધાન મોદી કરશે રસીકરણનો પ્રારંભ

Vaccine

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ કોરોના સંકટ વચ્ચે ભારતમાં શનિવારે એટલે કે આજે કોરોના રસીનું મહાઅભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે રસીકરણનો પ્રારંભ કરાવશે. રસીકરણને લઈને તેમને ટ્વીટ પણ કરી જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરી સવારે 10.30 વાગે દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ થશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદીએ CoWIN એપ પણ લોન્ચ કરશે.

જણાવી દઈએ કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રસીકરણની શરૂઆત કર્યા બાદ પીએમ મોદી વેક્સીન લગાવનાર હેલ્થ વર્કર્સ સાથે વાત પણ કરશે. આ વાતચીતને દેશના 3006 વેક્સીન સેન્ટર પર પણ લોકો જોઈ શકશે. રસીકરણ અભિયાનના પહેલા જ દિવસે લગભગ 3 લાખ હેઠલવર્કર્સને વેક્સીન આપવામાં આવશે. એટલે કે દેશના તમામ વેક્સીન સેન્ટર્સ પર 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. રસીકરણનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. કોવિડ-19 મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેરને લગતા સવાલો માટે હેલ્પલાઇન 1075 પણ શરૂ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ દરમ્યાન દેશના વૈજ્ઞાનિકોનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ડોક્ટરો, વૈગ્યાયકો અને તબીબી કર્મચારીઓનો એવો વર્ગ છીએ જે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણે આત્મનિર્ભર થવાની સાથે સાથે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ઉત્પાદનોના નિકાસ માટે વૈશ્વિક અગ્રણી તરીકે આગળ આવી રહ્યા છીએ. સાથે જ વેક્સિનને લઈને કરવામાં આવેલા નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

આ પણ વાંચો…

શનિવારના દિવસે કરો શનિદેવની ઉપાસના, બગડેલા કામ બની જશે