uddhav thakre edited

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

lockdown

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક બનાવવાની વાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ(lockdown) લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ(lockdown) રહેશે. રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ઉપલબ્ધ રહેશે. તો સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ADVT Dental Titanium
  • શુક્રવારે સાંજે આઠ વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી સંપૂર્ણ lockdown રહેશે. આ દરમિયાન માત્ર ઇમર્જન્સી સર્વિસ સિવાય બધું જ બંધ રહેશે.
  • સામાન્ય દિવસો દરમિયાન લોકલ ટ્રેન થી માંડીને ટ્રાન્સપોર્ટ સુધી તમામ સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
  • હોટલ બાર, રેસ્ટોરન્ટ અને પબ બાબતે પ્રતિંબધ રહેશે. જોકે પાર્સલ સેવા ચાલુ રહેશે. 
  • રોજ રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે
  • હવે આખો દિવસ ધારા ૧૪૪ લાગુ રહેશે. એટલે કે પાંચ થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે
  • સિનેમાઘર અને ધાર્મિક સ્થળ સંપૂર્ણ રીતે બંધ
  • સરકારી કાર્યાલય અડધી ક્ષમતા સાથે કામ કરશે જ્યારે કે ઇન્ડસ્ટ્રી ઓ પૂરી રીતે કામ કરશે.
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે માત્ર 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે
  • ઓટોરિક્ષા માત્ર બે લોકો સવાર થઈ શકશે
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો