Loksabha Election 2024

Loksabha Election 2024: 2024ની લડાઈ પહેલા ભાજપને દક્ષિણમાં મોટી તાકાત મળી, આ પાર્ટી સામેલ થઇ NDAમાં…

Loksabha Election 2024: જનતા દળ સેક્યુલરએ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બરઃ Loksabha Election 2024: પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જનતા દળ સેક્યુલરએ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાવાની જાહેરાત કરી છે. શુક્રવારે (22 સપ્ટેમ્બર), જેડીએસ નેતા એચડી કુમારસ્વામી ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ હતી.

સીટ વહેંચણી અંગે ચર્ચા

બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જેડીએસ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં સામેલ થઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા X પર લખ્યું, કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મળ્યા. મને ખુશી છે કે જેડીએસે એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

નડ્ડાએ વધુમાં કહ્યું કે અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ન્યુ ઈન્ડિયા, સ્ટ્રોંગ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવશે. જ્યારે એચડી કુમારસ્વામીએ કહ્યું કે ગઠબંધન થઈ ગયું છે અને હવે અમે સીટ વહેંચણી અંગે ચર્ચા કરીશું.

શા માટે આ મહત્વનું છે?

હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. ભાજપે 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ગઠબંધન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 25 બેઠકો જીતી હતી, જ્યારે તેના સમર્થિત અપક્ષ (મંડ્યાથી સુમલતા અંબરીશે) એક બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ એક-એક સીટ જીતી હતી. રાજ્યમાં લોકસભાની કુલ 28 બેઠકો છે.

આ પણ વાંચો… Lawrence Bishnoi News: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો