lawrence bishnoi case

Lawrence Bishnoi News: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું…

Lawrence Bishnoi News: લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે- તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ Lawrence Bishnoi News: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે કે તેને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેની સામે હજુ સુધી કોઈ કેસ સાબિત થયો નથી અને તે વિદ્યાર્થી સંઘના સમયથી જેલમાં છે, તેથી તેને ગેંગસ્ટર કે આતંકવાદી કહેવું ખોટું હશે. જો કે આ મામલે હજુ સુધી સરકાર કે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સરકારી વકીલે 25 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે

કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ફેસબુક એકાઉન્ટના દાવાને વકીલે સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈના નામે 150થી વધુ ફેસબુક એકાઉન્ટ છે.

એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યું કે હવે 800 રૂપિયામાં એકાઉન્ટ વેરિફિકેશન કરી શકાય છે. જેલમાં હોય તે વ્યક્તિ કોઈની હત્યા કેવી રીતે કરી શકે. આ તમામ દાવા ખોટા છે અને જો લોરેન્સને જેલમાં અન્ય કોઈ સુવિધા આપવામાં આવી રહી હોય તો પોલીસ પ્રશાસને તેના વિશે સત્તાવાર નિવેદન આપવું જોઈએ. જો આ વાત સાચી હોય તો આવા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ.

ભારતમાંથી ફરાર ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખાની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. આ ગોળીબાર વિનીપૈગ શહેરમાં થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ સુખાના ઘરમાં ઘૂસીને તેના માથામાં નવ ગોળી મારી હતી.

આ મામલા પછી એવું કહેવાય છે કે હત્યાની જવાબદારી કેનેડાથી 10,570 કિલોમીટર દૂર દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. લોરેન્સ ગેંગે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. આ બે હત્યાઓ પાછળનું કારણ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ વચ્ચેનું લોહિયાળ યુદ્ધ હોવાનું કહેવાય છે જે વર્ષોથી ચાલી આવી રહ્યું છે.

આ પણ વાંચો… Chandrayaan-3 New Update: હવે શું થશે ચંદ્રયાનનું? જાણો સમગ્ર મુદ્દો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો