Maharashtra Cabinet Expansion:મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ થયુ કેબિનેટ વિસ્તરણ, આ નેતાઓએ લીધા મંત્રીપદના શપથ- હજી વિભાગ ફાળવણીની જાહેરાત બાકી
Maharashtra Cabinet Expansion: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા
મુંબઇ, 09 ઓગષ્ટઃ Maharashtra Cabinet Expansion: ભાજપ અને શિંદે જૂથમાંથી 9-9 ધારાસભ્યોએ શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કુલ 18 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા હતા અને ત્યારબાદ બીજા નંબરે ભાજપના જ વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા.
ભાજપના આ નેતાઓએ લીધા શપથ
શપથ લેનારાઓમાં ભાજપ તરફથી ચંદ્રકાન્ત પાટિલ, સુધીર મુનગંટીવાર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરિશ મહાજન, સુરેશ ખાડે, રવિન્દ્ર ચૌહાણ, મંગળ પ્રભાત, વિજયકુમાર ગાવિત અને અતુલ સાવે સામેલ છે.
આ પણ વાંચોઃ Google down: વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જીન થયું ડાઉન- વાંચો વિગત
બીજી બાજુ એકનાથ શિંદે જૂથમાંથી દાદા ભૂસે, ઉદય સામંત, ગુલાબરાવ પાટિલ, તાનાજી સાવંત, સંજય રાઠોડ અને સંદીપન ભૂમારે, દીપક કેસરકરે શપથ લીધા.
હાલ જો કે સ્પષ્ટ નથી કે કયા નેતાને કયો વિભાગ ફાળવવામાં આવશે. પરંતુ ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે. આ ઉપરાંત અનેક મહત્વના મંત્રાલય ભાજપના ફાળે જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા ફડણવીસ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથની પણ બેઠક થઈ હતી.
આ પણ વાંચોઃ Increase in price of edible oil: તહેવારોના દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, વાંચો વિગત