Edible oil image

Increase in price of edible oil: તહેવારોના દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, વાંચો વિગત

Increase in price of edible oil: સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે

બિઝનેસ ડેસ્ક, 09 ઓગષ્ટઃIncrease in price of edible oil: તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ GPS TOLL SYSTEM: હાઇવે પર નહીં ચૂકવવો પડે વધારાનો ટોલ ટેક્સ,જાણો નવી સિસ્ટમ વિશે

મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.ગરીબ પરિવાર માટે સરકાર સસ્તા ભાવે તેલ આપશે તહેવારોની મોસમ આવી રહી છે.

આવામાં ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યાં છે. જે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપી છે. રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Electrocution during Tajiya procession: જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં 2નાં મોત, 10 લોકોની ગંભીર હાલત

Gujarati banner 01