Nitish kumar

BJP-JDU alliance broke in Bihar: આખરે બિહારમાં BJP-JDUનું ગઠબંધન તૂટ્યુ, જેડીયુએ ધારાસભ્યોની બેઠકમાં લીધો આ નિર્ણય- વાંચો વિગત

BJP-JDU alliance broke in Bihar: સીએમ નીતિશકુમાર આજે સાંજે 4 વાગે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે, આ સાથે મહાગઠબંધનના નેતા સમર્થન પત્ર પણ સોંપશે.

નવી દિલ્હી, 09 ઓગષ્ટઃBJP-JDU alliance broke in Bihar: આખરે બિહાર રાજ્યમાં ભાજપ-જેડીયુનું ગઠબંધન પડી ભાંગ્યુ છે. જેડીયુએ  પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં આ નિર્ણય લેવાયો. સીએમ નીતિશકુમાર આજે સાંજે 4 વાગે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ સાથે મહાગઠબંધનના નેતા સમર્થન પત્ર પણ સોંપશે.

મીડિયા રિપોર્ટ દ્વારા જાણકારી મળી રહી છે કે નીતિશકુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેઓ ભાજપના મંત્રીઓની હકાલપટ્ટી કરશે. બીજી બાજુ લોક સમતા પાર્ટી (RLSP) ના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશકુમારના નેતૃત્વમાં આગળ વધવાની વાત કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે ક્રાંતિ દિવસના અવસરે સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આવો ક્રાંતિ દિવસથી પ્રેરણા લઈએ, કઈક નવું કરવાની, નવું શરૂ કરવાની. બિહારવાસીઓ, દેશને નવી દિશા આપવાની. નીતિશકુમારના નેતૃત્વમાં ડગલેને પગલે આગળ વધવાની. 

આ પણ વાંચોઃ Maharashtra Cabinet Expansion:મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ થયુ કેબિનેટ વિસ્તરણ, આ નેતાઓએ લીધા મંત્રીપદના શપથ- હજી વિભાગ ફાળવણીની જાહેરાત બાકી

આ પણ વાંચોઃ Google down: વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જીન થયું ડાઉન- વાંચો વિગત

Gujarati banner 01