Gujarat

Gas leakage: કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં ગૂંગળામણથી 6 લોકોના મૃત્યુ, 25 લોકોની ગંભીર

Gas leakage: હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

સુરત, 06 જાન્યુઆરીઃ Gas leakage: સચિન GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો. જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ઇન્ચાર્જ સુપ્રિટેનડેન્ટ ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા. ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે.

ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પણ ધ્યાન અપાઇ રહ્યું છે. ડોક્ટરો બને એટલું શક્ય હશે એ કરી ને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ AMTS-BRTS: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMCએ AMTS-BRTSને લઇ લીધો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો વિગત

Whatsapp Join Banner Guj